ETV Bharat / state

Jambu Cultivation : કચ્છના ખેડૂતે સફેદ જાંબુની કરી ખેતી, કાળા જાંબુ કરતા સ્વાદ એકદમ જૂદો

કચ્છના કાળી તલાવડીના ખેડૂતે સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની ખેતી કરી બતાવી છે. ખેડૂતે વાવેલા વૃક્ષ પર દરેક ડાળી પર મોટી સંખ્યામાં ફળ આવે છે. આ ફળ આરોગ્ય માટે ઔષધી તરીકેનું કામ કરે છે. તેમજ આ સફેદ જાંબુનો સ્વાદ કાળા જાંબુ કરતા એકદમ અલગ હોય છે.

Jambu Cultivation : કચ્છના ખેડૂતે સફેદ જાંબુની કરી ખેતી, કાળા જાંબુ કરતા સ્વાદ એકદમ જૂદો
Jambu Cultivation : કચ્છના ખેડૂતે સફેદ જાંબુની કરી ખેતી, કાળા જાંબુ કરતા સ્વાદ એકદમ જૂદો
author img

By

Published : May 23, 2023, 3:36 PM IST

કચ્છના ખેડૂતે સફેદ જાંબુની કરી ખેતી

કચ્છ : 2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અનેક પ્રકારના ફળ-ફળાદિની ખેતી થઇ રહી છે. કચ્છમાં મુંદરાઇ અને પારસ જાંબુ વધુ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે કચ્છના ખેડૂત દ્વારા સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. કચ્છમાં સૌપ્રથમ વાર કાળી તલાવડીના ખેડૂત દ્વારા સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની સફળ ખેતી કરવામાં આવી છે

કચ્છમાં ફળ ઉત્પાદનનો માહોલ : કચ્છમાં ચાલુ વર્ષે માર્ચ તેમજ મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને વેગીલા પવનના લીધે આ વર્ષે જાંબુનું ઉત્પાદન ઓછું જોવા મળશે. કચ્છમાં ચીકુ, ખારેક, કેસર કેરી, કેળા, પપૈયા સહિત વિવિધ બાગાયતી ખેતીનું પ્રમાણ વધ્યું છે, પરંતુ મે મહિનાના શરૂઆતના દિવસોમાં કમોસમી વરસાદ, કરા બાદ ધોમધખતા તાપની સાથે ગરમ પવનના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વખત આવ્યો હતો.

સફેદ જાંબુનું સફળ ઉત્પાદન : સામાન્ય રીતે કચ્છમાં મુંદરાઇ અને પારસ જાંબુનું વાવેતર-ઉત્પાદન વધુ જોવા મળતું હોય છે. ઉપરાંત સફેદ જાંબુની ખેતી છે, જે માંડવી અને મુંદરા વિસ્તારમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. દેશ વિદેશમાં થતાં વિવિધ ફળ, શાકભાજીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવીને સફળ પ્રયોગ કરી રહ્યા છે, ત્યારે ભુજ તાલુકાના કાળી તલાવડીના ખેડૂત શંકર બરાડિયાએ પોતાની વાડીમાં સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની ખેતી કરી છે.

વ્હાઈટ વોટર એપલ તરીકે ઓળખાય છે ફળ : ખેડૂતપુત્ર શંકર બરાડિયાએ પોતાની વાડીમાં ચાર વર્ષ અગાઉ સફેદ જાંબુનું ઝાડ વાવ્યું હતું. જેમાં હવે પાક આવી ગયો છે. સફેદ જાંબુના ઝાડમાં બેથી ત્રણ વર્ષમાં જાંબુ આવી ગયા છે. વ્હાઈટ વોટર એપલ ફળ ચોમાસામાં વધારે થાય છે. સફેદ જાંબુ કાળા જાંબુ કરતાં વહેલો પાક આવી જાય છે તેવું ખેડૂતે જણાવ્યું હતું.

સફેદ જાંબુ
સફેદ જાંબુ

15 એકરની વાડીમાં 1 એકરમાં મિક્સ ફળોનું બગીચો ઊભો કરેલો છે. જેમાં સફેદ જાંબુના ઝાડ વાવવામાં આવ્યા છે. આ સફેદ જાંબુનો સ્વાદ કાળા જાંબુ કરતા જુદો હોય છે અને તેનો સ્વાદ લીંબુ પાણી જેવો ખાટો હોય છે, મુખ્યત્વે આ ઝાડ દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં પાણી વધારે હોય છે ત્યાં આ પાક વધુ હોય છે, ત્યારે કચ્છની અંદર ઓછા પાણીએ આ પાકનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે. કચ્છમાં દેશના તમામ ફળો થઈ શકે છે પરંતુ મહેનત માંગી લે છે. - શંકર બરાડીયા (ખેડૂત)

ફળ ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક : સફેદ જાંબુના ઝાડને ચારથી પાંચ વર્ષ અગાઉ વાવવામાં આવ્યું હતું અને તેના પર ફળ આવતા 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ઝાડ પર દરેક ડાળી પર મોટી સંખ્યામાં ફળ આવે છે. આ ફળ ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક છે અને ઔષધી તરીકેનું કામ કરે છે તેવું ખેડૂત શંકર બરાડિયા જણાવ્યું હતું.

Kutch news: કચ્છના ખેડૂતે ન્યુઝીલેન્ડમાં થતાં ફળ ફ્રૂટ વેલીનું કર્યું સફળ ઉત્પાદન, વિદેશમાં ભારે માંગ

Manilkara Hexandra Fruit : ઉત્પાદન અને માંગ ઓછી હોવા છતાં ઉનાળામાં આરોગ્ય માટે આ ફળનો દબદબો

Gir Somnath News : ધીરજના ફળ મીઠા, 17 વર્ષ બાદ મળી સફળતા, ખેડૂતે કેરીની વચ્ચે કર્યું કાજુનું વાવેતર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.