કચ્છઃ અગાઉ રાજાશાહીના સમયમાં રાજાઓ હરવા ફરવા માટે અનોખી કાર રાખવાનો શોખ ધરાવતા હતા. જોકે આવી કાર સામાન્ય પ્રજા પાસે ન હતી. કચ્છના પૂર્વ બે રાજાઓની વિન્ટેજ કારને રોયલ ફેમિલી દ્વારા રિસ્ટોર કરવામાં આવી છે. જેમાં મહારાવ પ્રાગમલજી બીજાની ફોર ઈન હેન્ડ હોર્સ કેરેજ અને મહારાવ પ્રાગમલજી ત્રીજાની Chevrolet Corvette sports roadster ને રિસ્ટોર કરવામાં આવી છે. મહારાણીએ એનું અનાવરણ કર્યું હતું. વર્ષ 1870 અને 1958ના સમયની બગ્ગી અને કાર રિસ્ટોર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Vocal For Local: રાપરના યુવાને ભંગારને કંચનમાં ફેરવી બેટરીથી ચાલતી 58 ઇંચની ગાડી
કારના શોખીન રાજાઃ કચ્છના રાજપરિવારના સભ્યો તેમજ મહારાવ પ્રાગમલજી બીજા અને ત્રીજાને વિન્ટેજ કારનો ખુબ શોખ હતો. તેઓ જુદી જુદી કારનું કલેક્શન પણ કરતા હતા. હાલમાં પૂરા ભારતમાં માત્ર એક જ રાજપરિવાર પાસે 1870ના સમયનું ફોર ઈન હેન્ડ હોર્સ કેરેજ જે મહારાવ પ્રાગમલજી બીજાએ ખરીધું હતું. 1958ના સમયની Chevrolet Corvette sports roadster જે મહારાવ પ્રાગમલજી ત્રીજાને ભેટ મળી હતી તેને પ્રખ્યાત વિંટેજ કાર કલેક્ટર મદન મોહન દ્વારા રીસ્ટોર કરવામાં આવી છે અને તેનું અનાવરણ મહારાણી પ્રીતિદેવી દ્વારા રાજ પરિવારના સભ્યો અને ઇતિહાસકારોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
રીસ્ટોર કરવામાં આવીઃ ઉલ્લેખનીય છે કે, આ બન્ને ઐતિહાસિક ગાડીઓ ફરી રાજપરિવારના નિવાસ રણજીત વિલાસ પેલેસની શોભા વધારશે. રસપ્રદ વાત એ છે કે આ બન્ને ગાડીઓના પહેલા મોડેલ ભારતમાં કચ્છ રાજપરિવાર દ્વારા ખરીદાયા હતા. આ બંને ગાડીઓ ભારતમાં ફક્ત કચ્છ રાજપરિવાર પાસે જ છે. મહારાવ પ્રાગમલજી બીજાની બગ્ગી ભારતના જાણીતા વિંટેજ કાર કલેક્ટર મદન મોહન દ્વારા રીસ્ટોર કરવામાં આવી છે. મદન મોહને આ ગાડીઓ અંગે વાતચીત કરતા જણાવ્યું હતુ કે,"આ બગ્ગીનો લાકડો ફ્રેન્ચ વ્હાઈટ એશમાંથી બનાવવામાં આવ્યું છે અને પેઇન્ટ કલર ખાસ ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ વિન્ટેજ કાર સાથે વિદેશ મહેમાનો કચ્છની સહેલગાહે, રાજવી પરિવારે આપ્યો આવકાર
રંગમાં ફેરફારઃ આ કેરેજના બનાવટ સમયે જે કંપનીના ઉત્પાદનો વપરાશમાં લેવાયા હતા. તે જ કંપનીનો સામાન વપરાશમાં લઈ તેને ફરી રીસ્ટોર કરવામાં આવી છે. અગાઉ કાળા રંગનું હતું જ્યારે તેમાં મહારાવ બેસતાં હતાં. પરંતુ હવે મહારાણીના ઉપયોગ માટે તેને બનાવતા તેનો રંગ બદલવામાં આવ્યો છે." મહારાવ પ્રાગમલજી ત્રીજાની સેવરોલેટ કોરવેટ તેમના ભાણેજ અને બરવાનીના મહારાજ, જેઓ પોતે વિન્ટેજ કાર રીસ્ટોરેશન યુનિટ ચલાવે છે. તેમના દ્વારા રીસ્ટોર કરવામાં આવી છે. જે તે સમયે ભારતની સૌથી તેજ ગાડી હતી. આજે પણ મોટાભાગની ગાડીઓને ટક્કર મારવા સક્ષમ છે.
અનેક લોકોની ફેવરીટઃ જે તે સમયે આ કાર જવાન દિલોની ધડકન હતી. પ્રચલિત હતી. ભારતની પહેલી 1958 કોરવેટ સ્પોર્ટ્સ રોડસ્ટર દરિયાઈ માર્ગે આયાત કરાઈ હતી. આ બન્ને ગાડીઓ ફરી એકવખત પોતાના અસલ રંગ રૂપ અને અંદાજમાં જીવંત થઈ છે. રાજપરિવારના વિન્ટેજ કારના કલેક્શનમાં વિશેષ સ્થાન મેળવશે."
આ પણ વાંચોઃ એક એવી ઈલેક્ટ્રીક કાર કે જેના ફિચર્સ જાણશો તો તમે પણ કહેશો, અરે વાહ...
અંગ્રેજો પણ જોતા રહી ગયાઃ દેવપર જાગીરના રાજકુંવર કૃતાર્થસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "કેરેજની વાત કરવામાં આવે તો મહારાવ પ્રાગમલજી બીજાએ 1870 માં આ લીધી હતી અને ઇંગલિશ કંપની દ્વારા મદ્રાસમાં બનાવવામાં આવી છે. મહારાવ પ્રાગમલજી બીજાનો સમયગાળો બહુ ટૂંકો હતો. એક વખત જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ ભારતમાં હતા અને 1875 ના દિવાળીની આસપાસ જ્યારે એ બોમ્બેમાં આવવાના હતા.
મુંબઈ લઈ ગયાઃ મહારાવ પ્રાગમલજી બીજા પોતે વહાણ વાટે મુંબઈ ગયા હતા. ત્યાં આપણા કચ્છી ભાઈઓએ એટલું મોટું એમને ભવ્ય સન્માન આપ્યું. અંગ્રેજ પણ જોતા રહી ગયા કે આ કોણ એવો રાજા આવ્યા છે. જેના માટે આખું મુંબઈ બંધ થઈ ગયું અને એમને બધા ભેગા થઈ મહારાવનું આટલું મોટું સન્માન કર્યું. હાથી-ઘોડા સાથે અને આ કેરેજનો પણ એનામાં ઉપયોગ કરાયો હતો."
ભેટમાં મળી હતી કારઃ "Chevrolet Corvette એ સમયે અનોખી ગાડી હતી. જ્યારે મહારાણી પ્રિતિદેવી અને મહારાવ પ્રાગમલજી ત્રીજા યુવરાજ પદે જ્યારે હતા ત્યારે એમના લગ્ન 1957 ના ફેબ્રુઆરીમાં થયા હતા અને એમને એમના ફાધર મહારાવ મદનસિંહે પ્રાગમલજી ત્રીજાને મર્સિડીઝ કારની ઓફર કરી હતી જે મહારાવ પ્રાગમલજી ત્રીજાને પસંદ નહોતી અને એમને થોડુંક મોટું એન્જિન જોઈતું હતું અને એ સમયે બધા જ્યારે જર્મન કંપનીની ગાડીઓની વાહ વાહ કરતા હતા ત્યારે એમને અનોખા રીતે આ એક અમેરિકન ગાડીને સિલેક્ટ કરી જેનું એન્જિન મોટું અને સ્ટ્રોંગ છે અને સાડા ચાર લીટર એન્જિન વાળું ગાડી છે.