કચ્છ : સરહદી જિલ્લા કચ્છના લોકો દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અંતરિક્ષ અંગે કચ્છના લોકો પણ માહિતગાર થઈ રહ્યા છે. આ સાથે, કચ્છમાં ધીમે ધીમે ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ અંગે તેનો શ્રેય કચ્છની સ્ટાર ગેઝિંગ સંસ્થાને જાય છે. કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર દ્વારા સ્થપાયેલી આ સંસ્થા દ્વારા લોકોને અંતરિક્ષ મુદ્દે માહિતગાર કરવામાં ( Space travel by star gazing institute) આવે છે. તેમના દ્વારા વિવિધ કેમ્પ યોજી આકાશ દર્શન (Space Tourism) જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. Astronomy Knowledge
અંતરિક્ષનું જ્ઞાન કોઈ પણ વ્યક્તિ મેળવી શકે : સંસ્થાના સ્થાપક નરેન્દ્ર ગોરે આ બાબતે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં લોકો અવકાશ મુદ્દે ખૂબ માહિતી ધરાવતા હતા, કારણ કે તેઓ માત્ર આકાશને નિહાળતા નહીં, પરંતુ તેને સમજતા પણ હતા. આજે લોકો માત્ર મોનરંજન માટે આકાશ દર્શન કરે છે, પરંતુ તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રકૃતિ વિશે અનેક રોચક તથ્યો જાણી શકાય છે. વાતાવરણમાં પ્રદૂષણના (Pollution in atmosphere Reason ) કારણે લોકોને ચોખું અને સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું નથી. સંસ્થા દ્વારા લોકોને અંતરિક્ષ બતાવવામાં આવે છે, ત્યારે તેમના ચહેરા પર જે આનંદની લાગણી હોય છે તે જોવા લાયક હોય છે. અંતરિક્ષના જ્ઞાનને (milky way galaxy) કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે. બાળકો જ્યારે તારાઓ જોવે છે, તેને જાણે છે, ત્યારે તે પ્રકૃતિની વધારે નજીક જાય છે. solar eclipse superstitions
આ પણ વાંચો : દુશ્મનોના દાંત ખાટા કરતા યુદ્ધ જહાંજમાં સારવાર માટે પણ છે હાઈટેક સુવિધા
ગ્રહો અને ગ્રહણ વિશે ગેરસમજ : ઉલ્કા વર્ષા, ચંદ્ર ગ્રહણ સૂર્યગ્રહણ થતું હોય છે, ત્યારે અથવા કોઈ ગ્રહોની યુતિ થતી હોય છે, ત્યારે લોકોમાં નકારાત્મક મેસેજની વૃત્તિના કારણે ગેરસમજ ફેલાતી હોય છે. અનેક લોકો ગ્રહો અને ગ્રહણ વિશે ગેરસમજ ફેલાવી ભય ઉત્પન્ન કરતા હોય છે, આ ઉપરાંત, તેને લઈને અંધશ્રધ્ધા પણ ફેલાવતા જોવા મળે (Campaign against superstition) છે. આથી, જો બાળકો અત્યારથી જ ખગોળવિજ્ઞાનને જાણશે તો તેની અંદર વૈજ્ઞાનિક અભિગમ પેદા થાય છે.
અવકાશી પ્રવૃત્તિઓનું જ્ઞાન : કચ્છમાં વર્ષ 1991માં એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્લબ દ્વારા આકાશ દર્શન કરી ખગોળ પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી તેનું જ્ઞાન મેળવવામાં આવતું હતું. આગળ જઈ આ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબનું નામ બદલાવી તેને સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા બનાવવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા ખગોળ અને અવકાશ પ્રવૃત્તિઓ મુદ્દે સંશોધન અને લોકોને માહિતગાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. solar eclipse superstitions in india
શાળા કોલેજોમાં આકાશ દર્શન : સ્ટાર ગેઝિંગ દ્વારા ખગોળવિજ્ઞાન ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે શાળા કોલેજોમાં બાળકોને આકાશ દર્શન કરાવી અને વિવિધ ખગોળ પ્રવૃત્તિઓ વિશે માહિતી (What is astronomical activities) આપવામાં આવે છે. દર વર્ષે ઝીરો શેડો ડે એટલે કે શૂન્ય પડછાયા દિવસ નિમિતે શાળાઓમાં બાળકોને આ ઘટનાથી સાક્ષાત કરાવવામાં આવે છે. Astronomy knowledge of universe
આ પણ વાંચો : Mint of Kutch Kingdom : એક સમય હતો જ્યારે અહીં રજવાડાની ટંકશાળ હતી, ચલણ અને સિક્કાઓનો ઇતિહાસ
શૂન્ય પડછાયા દિવસ એટલે શું : એ એવો દિવસ છે, કે જેના પર સૂર્ય બપોરના સમયે કોઈ વસ્તુ પર પડછાયો પાડતો નથી. આ સમયે સૂર્ય ચોક્કસ પૃથ્વીના મધ્યમાં આવી જાય છે. શૂન્ય છાયા દિવસ વર્ષમાં બે વખત +23.5 અને -23.5 ડિગ્રી અક્ષાંશ (મકર અને કર્કના ઉષ્ણકટિબંધ વચ્ચે) વચ્ચેના સ્થળોએ આવે (Sun becomes equal to latitude) છે. જણાવી દઈએ કે, આ ઘટના પૃથ્વી પર વિવિધ સ્થળો માટે અલગ અલગ તારીખો પર બને છે. આ ઘટના ત્યારે થાય છે, જ્યારે સૂર્યનો સૂર્યાસ્ત સ્થળના અક્ષાંશ જેટલો થઈ જાય છે. શૂન્ય પડછાયાના દિવસ જ્યારે સૂર્ય સ્થાનિક મધ્યમ સ્થળેથી પાર કરે છે, ત્યારે સૂર્યના કિરણો જમીન પરની કોઈ વસ્તુ પર બરાબર રીતે પડે છે. આથી, તે વસ્તુનો કોઈ પડછાયો પડતો નથી. What Is zero shadow day
રણોત્સવ દરમિયાન આકાશ દર્શન : સ્ટાર ગેઝિંગ સંસ્થા દ્વારા સોસાયટીઓ, અને મોટા સમૂહો માટે પણ આકાશ દર્શનના કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ આકાશ દર્શન કરાવી તેના મુદ્દે માહિતી આપવામાં આવે છે. આ સાથે જ, દર વર્ષે કચ્છના સફેદ રણ ખાતે યોજાતા રણોત્સવમાં પણ કેમ્પ યોજી દેશ વિદેશના પ્રવાસીઓને આકાશ દર્શન કરાવવામાં આવે છે. Astronomical Observatory Rann