ETV Bharat / state

Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું - યુનિવર્સિટી

કચ્છ યુનિવર્સિટીના કુલપતિનો કાર્યકાળ 4 તારીખે પૂર્ણ થશે, પરંતુ હજુ સુધી નવા કુલપતિની જગ્યા માટે કોઈ પગલાં લેવાયા નથી. જે પ્રક્રિયા 1.5 મહિના પહેલા પૂર્ણ થવી જોઈતી હતી. તે અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ નામ મળ્યું નથી. પરિણામે હવે કચ્છ યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ પર નિર્ભર થશે.

Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું

author img

By

Published : May 3, 2023, 10:27 PM IST

કચ્છ યુનિવર્સિટી નવા કુલપતિની જગ્યા માટે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી

કચ્છ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી કે જે જિલ્લાની એકમાત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે. રાજ્ય સરકારની ઉપેક્ષાના કારણે હવે ફરી કચ્છ યુનિવર્સિટી કુલપતિ વિહોણી બનશે. હાલના કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જયરાજસિંહ જાડેજાની મુદ્દત 4 મેના પૂર્ણ થશે, ત્યારે નવા કુલપતિની નિમણૂક માટે યુનિવર્સિટી દ્વારા ત્રણ મહિના અગાઉ ત્રણ સભ્યોની નિમણુંક કરી તેમના નામ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા આ કમિટીના ચેરમેનની નિમણુંક કરવામાં ન આવતા હવે કચ્છ યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ પર નિર્ભર થશે.

ચોથા સભ્યની નિમણુંક કરવામાં નથી આવી : નવા કુલપતિની નિમણૂક અંગે માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઘનશ્યામ બુટાણીએ જણાવ્યું હતું કે, હાલના કુલપતિની મુદત પૂર્ણ થતાં નવા કુલપતિની પસંદગી માટે યુનિવર્સિટી કક્ષાએ જાન્યુઆરી મહિનામાં સર્ચ કમિટીની રચના કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નિયમાનુસાર યુનિવર્સિટીની એજ્યુકેશનલ કાઉન્સિલ અથવા એકેડેમિક કાઉન્સિલમાંથી એક સભ્ય, રાજ્યની કોઈ અન્ય એક યુનિવર્સિટીના કુલપતિ અને યુનિયન ગ્રાન્ટ્સ કમિશનના પ્રતિનિધિની નિમણુંક કરી રાજ્ય સરકાર તરફથી પ્રતિનિધિત્વ કરવા સર્ચ કમિટીના ચેરમેન એવા ચોથા સભ્યની નિમણુંક માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. પરંતુ હાલના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાની મુદ્દત પૂરી થવા આવી છે. ત્યાં સુધી હજુ રાજ્ય સરકાર દ્વારા ચોથા સભ્યની નિમણુંક કરવામાં નથી આવી.

આ પણ વાંચો : Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપથી પરીક્ષા લેવાઇ, ટેકનોલોજીએ ઘણી સુવિધા કરી આપી

સરકાર દ્વારા કોઈ પગલાં નહીં : રાજ્ય સરકારે કચ્છ યુનિવર્સિટી દ્વારા 24 જાન્યુઆરીના રોજ સર્ચ કમિટીના ચેરમેનની નિમણૂક માટેની ફાઈલ મોકલવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા ત્યારે રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં અત્યારે કાર્યકારી કુલપતિ કાર્યરત છે, ત્યારે 4 તારીખે હાલના કુલપતિનો છેલ્લો દિવસ છે એના માટે પણ યુનિવર્સિટી દ્વારા 11 એપ્રિલના રોજ ડીનની યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. એમાંથી વચગાળાની વ્યવસ્થા માટે રાજ્ય સરકાર કોઈપણ એક ડીનને કાર્યકારી કુલપતિ તરીકે નિમણૂક આપશે અને યુનિવર્સિટીની કાર્યવાહી ચલાવવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot Crime : મારવાડી યુનિવર્સિટીમાં શંકાસ્પદ ગાંજાના છોડ મળવાનો મામલો, FSLનો પ્રાથમિક રીપોર્ટ આવ્યો

ચાર ડીન પૈકી એક ડીન બનશે : ઉલ્લેખનીય છે કે, નિયમ પ્રમાણે સિનિયર ડીનના નામ આગામી કુલપતિ માટે મોકલવાના હોય છે. જેમાં હાલમાં કચ્છ યુનિવર્સિટીના જુદાં જુદાં 4 ડીપાર્ટમેન્ટના ડીનના નામ મોકલી આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ ચાર ડીન પૈકી કોઈ એકના ડીન પસંદ કરવામાં આવશે જે ઇન્ચાર્જ કુલપતિ બનશે. તો સરકાર દ્વારા જ્યાં સુધી કાયમી કુલપતિ માટેની સર્ચ કમિટીના ચેરમેનની નિમણુંક નહીં થાય, ત્યાં સુધી યુનિવર્સિટી કાર્યકારી કુલપતિના હસ્તક ચાલશે. તો 2018થી રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીના નિર્ણયો લેવામાં અગત્યની ભૂમિકા ભજવતા સેનેટ સભ્યોની નિમણુંક પણ કરવામાં નથી આવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.