ETV Bharat / state

Kutch University : મહાભારતના પાત્રો અને મૂલ્ય થકી મેનેજમેન્ટનું જ્ઞાન, કચ્છ યુનિવર્સિટીમાં જોવા મળ્યો અનોખો પાઠ

આપણી પૌરાણિક કથાઓ અને પુસ્તકોમાંથી જીવનમાં શીખવા જેવું ઘણું બધું મળે છે. કચ્છ યુનિવર્સિટી કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ.કનિષ્ક શાહ દ્વારા મહાભારત અને ભગવદ્ ગીતાના મૂલ્યો દ્વારા મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.

Kutch University : મહાભારતના પાત્રો અને મૂલ્ય થકી મેનેજમેન્ટનું જ્ઞાન, કચ્છ યુનિવર્સિટીમાં જોવા મળ્યો અનોખો પાઠ
Kutch University : મહાભારતના પાત્રો અને મૂલ્ય થકી મેનેજમેન્ટનું જ્ઞાન, કચ્છ યુનિવર્સિટીમાં જોવા મળ્યો અનોખો પાઠ
author img

By

Published : Feb 22, 2023, 4:27 PM IST

મહાભારત અને ભગવદ્ ગીતાના મૂલ્યો દ્વારા મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે

કચ્છ : કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ.કનિષ્ક શાહ કે જેઓ હરહંમેશ પોતાના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને જુદી જુદી રીતે પ્રેક્ટીકલ રીતે જ્ઞાન આપવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે ત્યારે તેમના દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના જે પ્રિન્સિપલ છે તેનું જે મહત્વ છે તે મહાભારતના મૂલ્યો અને ઘટનાઓ થકી સમજાવવામાં આવી રહ્યા છે.

મેનેજમેન્ટના જુદાં જુદાં પાઠો : મહાભારતના યુદ્ધ દરમિયાનની ઘટનાઓ થકી મેનેજમેન્ટના મૂલ્યો જેવા કે Strategy and Leadership, Motivation, Self control , Women empowerment, Team spirit, Passion,Patience, Time management, Human resource management, Inventory management, Don't underestimate your potential વગેરે જેવા અનેક મૂલ્યો તેમાંથી શીખવા મળે છે જે ડૉ. કનિષ્ક શાહ ઉદાહરણ મારફતે તેમના વિધાર્થીઓને સમજાવે છે.

મેનેજમેન્ટના સિદ્ધાંતોની અનોખી સમજણ
મેનેજમેન્ટના સિદ્ધાંતોની અનોખી સમજણ

લક્ષ્યો અને આકાંક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઉપયોગી : મહાભારતમાંથી જુદાં જુદાં મેનેજમેન્ટ પાઠોનો સારાંશ આપવામાં આવે છે કે તમારા લક્ષ્યો અને આકાંક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવા માટે, તમારે એક દિશાની યોજના કરવાની જરૂર છે અને તેનાથી ભટકવાની જરૂર નથી. મહાકાવ્યમાંથી સમજી શકાય તેવું બીજું નિર્ણાયક પરિબળ એ છે કે જો તમે મેનેજમેન્ટને કારકિર્દી તરીકે પસંદ કરો છો, તો તે ફક્ત તમારું શૈક્ષણિક જ્ઞાન જ નહીં કે જે તમારી વૃદ્ધિ માટે જવાબદાર હશે પણ અન્ય કર્મચારીઓ અને ટાઇમ મેનેજમેન્ટની કૌશલ્ય માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો ભગવાન શ્રીકૃષ્ણ જેના પર વાંસળી વગાડતા હતા તે વૃક્ષની આ છે ખાસીયત...

પશ્ચિમી સંદર્ભ કરતા આપના પુરાણોના સંદર્ભ સારા : કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. કનિષ્ક શાહે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,આપણું સિવીલાઈઝેશન જે છે આપણી સંસ્કૃતિ છે એ સૌથી જૂની સંસ્કૃતિ છે અને સભ્યતાની શરૂઆત પણ આપણે ત્યાંથી થઈ એટલે આપણે ત્યાં જે સાહિત્ય છે આપણે સ્ક્રિપચર્સ છે એ એટલા જૂના છે અને દુર્ભાગ્યવશ અત્યારે જે મેનેજમેન્ટ એજ્યુકેશન આપવામાં આવે છે એમાં જેટલો પણ સિલેબસ છે કે બુક્સ છે એમાં બધી જ જગ્યાએ રેફરન્સ છે એ વેસ્ટર્ન કન્ટેસ્ટમાંથી ભણાવવામાં આવે છે.પરંતુ ખરેખર જો આપણે આપણા જ સ્ક્રીપચર્સમાં જો સ્ટડી કરવામાં આવે તો આ બધા જ એસ્પેકટીવ એના કરતાં ઘણું વધુ અને સારા ઉદાહરણો સાથે સમજાવી શકાય છે. કારણ કે આપણી ભૂમિનો છે તો આપણે રિલેટ પણ સારી રીતે કરી શકીએ એવા અનેક ઉદાહરણો મળી શકે છે માટે તે શા માટે નહીં.આ એસ્પેક્ટથી ઘણા વર્ષોથી અને ઉદાહરણો મારફતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું અને હજુ પણ થોડું વધારે આ વિષય પર ડ્યાં આપીને આના ઉપર થોડું કામ થાય એટલે આ તરફ થોડા વધુ સેશન્સ લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

દુનિયાના સૌથી પહેલા અને સારા મોટીવેટર શ્રીકૃષ્ણ : મહાભારતમાંથી શીખવા માટે ઘણું બધું છે જેમાં મહાભારતમાં જ જે રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે જેમ કે આજે સૌથી મોટો એક બિઝનેસ જે ચાલે છે એ ઓનલાઈન હોય કે ઓફલાઈન તે છે મોટીવેશનનો પરંતુ દુનિયાના સૌથી પહેલા અને સૌથી સારા જે મોટીવેટર છે તો એ શ્રીકૃષ્ણ છે અને કદાચ ભગવદ્ગીતા જ સૌથી પહેલી અને સબંધિત કોઈ બુક મોટીવેશન માટે છે જ નહીં. જે સાંપ્રત સમયમાં પણ હજી કામ આવે છે. ભગવદ્ગીતાની વાત ભલે 5500 વર્ષ પહેલાંની છે તો એ આપણે નથી ભણાવતા જ્યારે આપણે માર્સલો થીયરી, હર્સબર્ગ થીયરી છે એ બધી વેસ્ટર્ન સંદર્ભમાં છે જે 200 વર્ષ માંડ જૂની છે એ આપણે ભણાવીએ છીએ અને એ આપણા સંદર્ભમાં પણ નથી જ્યારે આ તો આપણા સંદર્ભમાં સાથે જોડાયેલી છે આપણા મૂળ સાથે જોડાયેલી છે માટે એ એક પ્રોત્સાહનનો પાસું છે.

આ પણ વાંચો Harappan Civilization: હડપ્પન સભ્યતાના ઉદ્ભવ વિશે આ વર્ષે મળશે જાણકારી, કેરળ-કચ્છ યુનિવર્સિટી કરશે ઉત્ખનન

મહાભારતમાંથી અનેક મેનેજમેન્ટના પાઠો : મહાભારત અને ભગવદ્ગીતામાંથી અનેક એવા વિષયો છે જે મેનેજમેન્ટ શીખવે છે. આમ તો તેની અંદર ઘણું બધું છે પરંતુ હાલમાં મેનેજમેન્ટના જ વિષયોની વાત કરવામાં આવે છે. બાકી તો વેદ વ્યાસે એવું કીધું છે કે જે દુનિયામાં છે એ બધું જ મહાભારતમાં છે અને જો મહાભારતમાં નથી તો દુનિયામાં ક્યાંય નથી. મહાભારતનો સ્કોપ ખૂબ જ છે તેમાંથી કોઈ પણ વિષય લઈ શકાય છે એ પછી એસ્ટ્રોનોમી હોય જીયોલોજી હોય વોરફેર હોય કે ઇકોનોમિક્સ હોય આ બધા જ પાસાઓમાં મેનેજમેન્ટ પણ છે. માટે મેનેજમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ પોતાનો રસ દાખવે છે.

વિદ્યાર્થીઓ પણ ઉત્સુક : વિદ્યાર્થીઓ પણ મહાભારતમાંથી મેનેજમેન્ટના પાઠો શીખવા માટે ખૂબ જ ઉત્સુક છે અત્યારની જે જનરેશન છે તે પહેલાની જનરેશન મહાભારત અને રામાયણ જોઈને મોટા થયા છે જ્યારે આજની જનરેશન માટે આ બધું અજુક્તું છે અને ઘણીવાર થોડું દુઃખ થાય કે થોડા પુરાણા પાત્રોની પણ વાત કરવામાં આવે તો આજની જનરેશનને કદાચ ખબર નથી હોતી તો એ લોકોને રસ્તો છે ખાલી એ લોકો સામે મુકવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.