કચ્છઃ પશ્ચિમ કચ્છ પોલીસના ભૂજ મહિલા પોલીસ સ્ટેશમાં અલ્કાબેન દેસાઈના પતિ ભૂજ એસપી કચેરીમાં ફરજ પર છે. લોકડાઉનની સ્થિતી છે અને પોલીસ સહિતના તમામ તંત્રો પોતાની રજાઓ અને સમયને દુર રાખીને સતત ચોવીસ કલાક લોકડાઉન અને કાયદો વ્યવસ્થાની જવાબદારી નિભાવી રહ્યા છે, મહિલા કોન્સટેબલ અલ્કાબેન પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આમ તો દેશભરમાં અનેક મહિલા જવાનો ફરજ પર છે પણ અલ્કાબેન એટલા માટે અલગ નજરથી જોવા મળ્યા કારણ કે તેઓ ફરજ પર તેમની 14 માસની દિકરી જીયાને સાથે રાખીને ફરજ નિભાવી રહ્યા છે.
એક સલામ તો બને જ...આ મહિલા કોન્સટેબલ 14 માસની બાળા સાથે ફરજ પર રહે છે હાજર... - સમજો તમારી જવાબદારી
સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે જંગ ચડ્યું છે. કોરોનાને નાથવા વિવિધ પ્રયાસો અને પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ જંગમાં એવા કેટલાંક ચહેરા સામે આવી રહ્યા છે જેને જોઈને ખરેખર દેશસેવા અને ફરજની અનોખ મિશાલ સામે માથું નમાવીને તેમને નમન કરે છે. આવા જ દ્રશ્યો હાલે ભૂજમાં જોવા મળી રહ્યા છે. ભૂજમાં લોકડાઉનના અમલીકરણ દરમ્યાને એક મહિલા કોન્સટેબલ પોતાની 14 માસની બાળકી સાથે ફરજ પર છે. સામાજિક વ્યવસ્થા ફરજની જવાબદારી વચ્ચે પોતાની બાળકીનો જીવ પણ જોખમમાં લઈને આ મહિલા એટલું જ કહી રહી છે કે અમારી ફરજ અમે નિભાવી રહ્યા છીએ તમે તમારી ફરજ નિભાવજો.