કચ્છઃ પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, કવોટેન્ટાઇન કે કોરોનાવાળા દર્દીની નજીકમાં જતા પોલીસ કર્મચારીઓની સુરક્ષા માટે દરેક પેલીસ સ્ટેશનમાં કુલ મળીને 500 આવી અદ્યતન સુરક્ષા કવચવાળી કિટ આપવામાં આવી છે. તેવા સંજોગોમાં પોલીસ જવાનોની સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી છે.
કારણ કે ઘણી જગ્યાએ કવોરેન્ટાઇન કરાયેલા લોકો ઘરથી સુરક્ષિત જગ્યા બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં માત્ર વર્દીમાં રહેવું કયાંક જોખમ ઊભું કરી શકે છે, ત્યારે આવી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની કિટ પહેરવી ફરજિયાત છે. અમે દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની કિટ મોકલી આપી છે અને જ્યાં-જ્યાં પોલીસના પોઇન્ટ છે, ત્યાં પણ બે-બે જવાનોને કિટ પહેરીને ફરજ બજાવવા સૂચના આપી છે.