ETV Bharat / state

Kutch Rain Update : પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઠેર ઠેર પાણી ભરાયાં - આદિપુરમાં ઘરોમાં પાણી ઘુસ્યાં

કચ્છમાં આજે ચોથા દિવસે પણ મેઘરાજા હાજર છે. પૂર્વ કચ્છના અંજારમાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે તો આદિપુરમાં ઘરોમાં પાણી ઘુસ્યાં એવો વરસાદ છે. અંજાર ખેતીવાડી બજાર સમિતિમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં.

Kutch Rain Update : પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઠેર ઠેર પાણી ભરાયાં

author img

By

Published : Jun 30, 2023, 3:22 PM IST

ચોથા દિવસે પણ મેઘરાજા હાજર

કચ્છ : હવામાન વિભાગની પાંચ દિવસની ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં આજે ચોથા દિવસે પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. પૂર્વ કચ્છના અંજારમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.આજે વહેલી પરોઢના વરસાદ વરસ્યો હતો.તો આદિપુરમાં વોર્ડ 3B વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસ્યા હતા.તો અંજાર ખેતીવાડી બજાર સમિતિમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં.

તમામ તાલુકામાં વરસાદ : પૂર્વ કચ્છના અંજારમાં 24 કલાક સુધીમાં 8 ઇંચ જેટલું જ્યારે ગાંધીધામમાં 4 ઇંચ પાણી પડી ગયું હતું. વાવાઝોડાંએ વરસાવેલા આગોતરા વરસાદે આમ તો કચ્છના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પણ હવે સક્રિય થયેલાં ચોમાસામાં વધુ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ભુજ તેમજ મુંદરા પંથકમાં ઝાપટાંથી અડધા ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો.વાદળછાયા વાતાવરણ હોવા છતાં ભુજમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. લોકોને બફારાનો વધુ અનુભવ થયો હતો.

અંજારમાં 24 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ : કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ અંજારમાં બફારા અને વાદળછાયાં આકાશને લઇને સર્જાયેલાં વરસાદી વાતાવરણ બાદ સાંજે 4થી 6ના ગાળામાં વાદળો ધોધમાર વરસતાં આ ઐતિહાસિક શહેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.તો આજે સવારના 6 વાગ્યા સુધીમાં 190 મીમી વરસાદ વરસ્યો હતો એટલે કે 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

તમામ તાલુકામાં વરસાદ
તમામ તાલુકામાં વરસાદ

શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં : અંજાર શહેરના વીર ભગતસિંહ સર્કલ, બી.આર. સી. ભવન, મુકિતધામ, દેવનગર, ગોકુલનગર, વૃંદાવન સોસાયટી, અંબિકાનગર વગેરે વિસ્તારમાં પાણી ભરાયાં હતાં તો નીચાણ વાળા સ્થળોએ અને ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.અંજાર ખેતીવાડી બજાર સમિતિમાં પણ ઘૂંટણ સીધી પાણી ભરાયા હતા.તો અંજારની સરકારી પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયાં હતાં.

સારા વરસાદના પગલે નવા નીરની આવક : ઐતિહાસિક શહેર અંજારના સવાસર, સિદ્ધેશ્વર, તોરલ સરોવર નામના તળાવોમાં નવાં નીરની આવક થઇ હતી. તો અંજાર તાલુકાના આહીરપટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 2થી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં વરસામેડી, ભીમાસર, ખોખરા, નાગલપુર, સિનોગ્રા, ખંભરા, પાંતીયા, સત્તાપર, લાખાપર, ચાંદ્રાણી, રતનાલ, સાપેડા, ખેડોઇ, ભુવડમાં નોંધાયેલ વરસાદથી તળાવો, ડેમોમાં નવાં પાણી આવ્યાં હતાં.

ગાંધીધામમાં 4 ઇંચ જેટલી વરસાદ વરસ્યો : બીજી તરફ પૂર્વ કચ્છના જ અને કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં તેમજ આદિપુર અને ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા હતા. તો સવારના સમયે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું અને ધીમીધારે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. થોડાક સમયમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.તો છેલ્લાં 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ગાંધીધામ શહેરના મુખ્ય માર્ગો ભારતનગર, સુંદરપુરી, મુખ્ય બજાર, ચાવલા ચોક, લીલાશા, સપનાનગર, કારગો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

10 તાલુકા પૈકી 7 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી : કંટ્રોલ રૂમની આંકડાકીય માહિતી મુજબ જિલ્લામાં 10 તાલુકા પૈકી 7 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી હતી જ્યારે ભુજ, નખત્રાણા અને અબડાસા કોરા રહ્યા હતા.અંજાર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો તો ત્યાર બાદ ગાંધીધામમાં પણ વધુ વરસાદ વરસ્યો હતો.જ્યારે બાકીના તાલુકાઓ ભચાઉ, મુન્દ્રા, રાપર, લખપત,માંડવીમાં 1 મિમિથી 11 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.તો જિલ્લામાં ચાલુ સિઝનનો 70 ટકાથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે.

તાલુકા પ્રમાણે વરસાદી આંકડા : 29 જૂન સવારના 6 વાગ્યાથી 30 જૂન સવારના 6 વાગ્યા સુધીના આંકડા paFS la અંજાર 190 મિમિ ગાંધીધામ 361 મિમિ ભચાઉ 9 મિમિ મુન્દ્રા 11મિમિ માંડવી 1 મિમિ રાપર 9 મિમિ લખપત 5 મિમિ વરસાદ નોંધાયો છે.

  1. Kutch News: પ્રફૂલ પાનસેરિયાએ વાવાઝોડા બાદ કામગીરીની સમીક્ષા કરી, કામગીરીને બિરદાવી
  2. Kutchh News: હમીરસર તળાવમાં ગટરગંગાનો પ્રદૂષિત સંગમ, સફાઈના મુદ્દે સત્તાધીશોનું પાણી મપાયું
  3. Kutch Monsoon News : ભારે વરસાદના કારણે માંડવી-ગઢશીશાને જોડતો માર્ગ બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.