ETV Bharat / state

BSF seized heroin packet : BSFએ જખૌ બીચ પરથી ચરસના 31 પેકેટ અને હેરોઈનનું 01 પેકેટ જપ્ત કર્યું - Kutch news

આજ રોજ BSFએ જખૌ કિનારે BSFના જવાનોએ અલગ-અલગ વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 03 અલગ-અલગ સ્થળ પરથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 32 પેકેટ જપ્ત કર્યા હતા, જેમાં 31 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઈનનું જપ્ત કર્યું હતું.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 15, 2023, 7:55 PM IST

કચ્છ : આજે દેશનો 77મો સ્વતંત્રતા દિવસ છે ત્યારે આજે ફરી સતત ત્રીજા દિવસે બીએસએફના જવાનોને કચ્છની દરિયાઈ સીમામાંથી પેટ્રોલિંગ દરમિયાન કેફી દ્રવ્યનો જથ્થો પકડી પાડ્યો હતો. બીએસએફના જવાનોને એક વિશેષ સર્ચ ઑપરેશનમાં, જખૌ કિનારેથી જુદા જુદા 3 સ્થળોએથી ચરસના 31 અને હેરોઈનનો 1 પેકેટ મળી આવ્યો છે. બીએસએફના જવાનો દ્વારા લેબ ચકાસણી સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 31 પેકેટ કેફી દ્રવ્યના પકડાયા : ચરસના 31 પેકેટનો પ્રથમ જથ્થો જખૌ કિનારેથી લગભગ 9 કિમી દૂર નિર્જન શેખરણપીર બેટમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. જખૌ બીચથી લગભગ 06 કિમી દૂર લુણા બેટ પરથી હેરોઈનનું 01 પેકેટ ઝડપાયું હતું. આ પેકેટ સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યું હતું. જે 14 ઓગસ્ટ 2023ના રોજ કુંડી બેટમાંથી ઝડપાયેલા પેકેટ જેવું જ છે. આ ઉપરાંત જખૌ કિનારેથી 7 કિલોમીટર દૂર નિર્જન બકાલ બેટ પરથી ચરસના 21 પેકેટ મળી આવ્યા છે.

અત્યાર સુધીમાં 81 પેકેટ ચરસ અને 10 પેકેટ હેરોઇનના મળ્યા : 15મી એપ્રિલ 2023થી આજ દિન સુધી જખૌ કિનારેથી ચરસના 81 પેકેટ અને હેરોઈનના 10 પેકેટ ઝડપાયા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત હાઈ એલર્ટ પર છે. બીએસએફના જવાનો દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

  1. Kutch News: BSFને જખૌના ખિદરત બેટ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા, BSF હાઈ એલર્ટ પર
  2. BSF Seizes Heroin : પાકિસ્તાનું ડ્રોન થકી હેરોઈન મોકલવાના કારસ્તાનને BSFએ કર્યું પરાસ્ત, માર્કેટમાં છે કરોડોની કિંમત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.