ETV Bharat / state

રૂપિયા 35 કરોડના ખર્ચે શિફા હોસ્પિટલ શરૂ થશે, 100 બેડની સુવિધા - કચ્છમાં હોસ્પિટલ બનશે

ભુજમાં તમામ સમાજને (Bhuj Muslim community) તબીબી સારવાર મળી શકે તે માટે રુપિયા 35 કરોડના ખર્ચે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ (Kutch Muslim Shifa Hospital) શરૂ કરવામાં આવશે. 70 હજાર ચોરસ ફૂટના બાંધકામ સાથે ત્રણ માળની નિર્માણ પામનારી હોસ્પિટલના પ્લાન અને નકશા સહિતની (Kutch Muslim Medical Trust) પ્રાથમિક તમામ વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

ભુજમાં 35 કરોડના ખર્ચે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ શરૂ કરાશે

author img

By

Published : Jan 7, 2023, 5:54 PM IST

કચ્છના સમાજમાં ધણી વખતે (Bhuj Muslim community)એવું પણ જોવા મળે છે કે આ હિન્દુ મુસ્લિમ નાત- જાત ખાલી રાજકારણમાં જ જોવા મળે છે કેમકે એવા કેટલાય કિસ્સાઓ જોવા મળે છે. જેમાં સમાજ કે નાત-જાત જોયા વગર મદદગાર કે દેવદુત કોઇને કોઇ બની જતું હોય છે. ત્યારે કચ્છમાં પણ તમામ સમાજને અદ્યતન મલ્ટિપર્પઝ તબીબી સારવાર માટે મુસ્લિમ સમાજે (Muslim Shifa Medical Trust Bhuj) અનોખી પહેલ કરી છે. અંદાજિત 35 કરોડથી વધુના ખર્ચે `કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ'નો (Muslim Shifa Hospital-Kutch) ભુજની ભાગોળે નવા રેલવે સ્ટેશન (Bhuj Railway Station) મુખ્ય ગેટની સામે સાકાર કરવા મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરીમાં પાયાવિધિ સાથે પ્રારંભ કરાશે.બે વર્ષમાં 100 બેડની આ હોસ્પિટલ લોકોની સેવામાં ઉભી થઇ જશે. જ્યાં ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અને મધ્યમવર્ગને રાહતદરે સારવાર મળશે.

આ પણ વાંચો ઉદ્યોગોમાં વપરાતો ઓક્સિજન દર્દીને આપવો કેટલો યોગ્ય ?

35 કરોડની હોસ્પિટલ કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલના (Kutch Muslim Community hospital ) નિર્માણ અંગે વિગતો આપતાં કચ્છ મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના (Kutch Muslim Medical Trust) પ્રમુખ હાજી આદમભાઇ ચાકીએ જણાવ્યું કે, 70 હજાર ચોરસ ફૂટના બાંધકામ સાથે ત્રણ માળની નિર્માણ પામનારી હોસ્પિટલના પ્લાન અને નકશા સહિતની પ્રાથમિક તમામ વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ટૂંકા ગાળાના સમયમાં હોસ્પિટલની પાયાવિધિ સાથે બાંધકામ શરૂ કરાશે.

પૂર્વ ધારાસભ્ય આ જમીન પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીના પરિવાર અને શિવદાસબાપા પટેલ દ્વારા અપાઈ છે. હોસ્પિટલના નિર્માણ માટેનો હેતુ મુકતા જ તેઓ દ્વારા સહકાર અપાયો જે કચ્છની કોમી એકતા દર્શાવે છે આ હોસ્પિટલ સર્વસમાજ માટે ઉપયોગી છે. ફેબ્રુઆરીના અંત સુધીમા બાંધકામ શરૂ કરવામાં આવશે. રુપિયા 35 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલમાં હાલમાં જ રુપિયા 2.5 કરોડનું દાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. અને દાતાઓ પણ આગળ આવી રહ્યા છે.

કંઈ કંઈ સુવિધા હશે બેઝમેન્ટમાં નિદાન કેન્દ્ર, એકસ-રે, મેમોગ્રાફી, સોનોગ્રાફી, એમ.આર.આઈ.. સીટી સ્કેન, રેડીઓલોઝી, સહિતની સુવિધા ઉપરાંત નિદાન કેન્દ્ર માટે વેઈટીંગ રૂમ, પેથોલોઝી લેબોરેટરી, દાંતના વિભાગ મુલાકાતી ડોકટરનું કન્સલટન્સી રૂમ, અધ્યતન કેન્ટીન, મેનેજમેન્ટ ઓફીસ, પુરુષ અને મહિલા સ્ટાફ રૂમ,ગ્રાઉન્ડ ફ્લોરમાં કેસ પેપર વિન્ડો, વહીવટી ઓફીસ, બિલીંગ કાઉન્ટર ઉપરાંત પ્રસુતિ વિભાગ, લેબોરેટરી, મેડીકલ સ્ટોર સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે. તો પ્રથમ માળે ઓપરેશન વિભાગ, ડોકટર અને સ્ટાફ રૂમ, કાઉન્સલીંગ રૂમ, સર્જીકલ આઈ.સી.યુ. પ્રકારના સ્પેશ્યલ અને ડીલક્ષ સુવિધા સાથેના રૂમ ઉપરાંત સેકન્ડ ફ્લોર પર મેડીકલ આઈ.સી.યુ., બાળકો માટેનું અધ્યતન વોર્ડ, મહિલા અને પુરુષો માટેના જનરલ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

પૂર્ણ કક્ષાની હોસ્પિટલ શરૂ કરાશે અદ્યતન સુવિધા સાથેની તમામ જ્ઞાતિ માટે કોઇપણ નાત જાતના ભેદભાવ વિના ઉત્તમ પ્રકારની સારવાર માટે શરૂ થનારી હોસ્પિટલમાં જનરલ ઓપીડી જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ સંબંધી વિભાગ, ફિઝિયોથેરાપી, આંખ વિભાગ, હાડકાં વિભાગ, જનરલ સર્જન, કાન-નાક-ગળાના વિભાગ, દાંતના વિભાગ અને ઉત્તમ પ્રકારનું નિદાન કેન્દ્ર સહિતની સુવિધા સાથેની પૂર્ણ કક્ષાની હોસ્પિટલ શરૂ કરાશે.

આ પણ વાંચો આ દવા ફક્ત ખાસ દિવસોમાં આપવામાં આવે છે, જે બાળકોને આંતરિક શક્તિ આપે છે

રમજાનમાં મળનારા જકાતના ફંડમાંથી ગરીબ લોકોને મફત સારવારનું આયોજન વિચારણા હેઠળ છે. ઉપરાંત ન્યુરો, કિડની, કેન્સર જેવા વિભાગો, ઓક્સિજન પ્લાન્ટ, દિવ્યાંગ સહિતના દર્દીઓ માટે રેમ્પ જેવી સુવિધાને પણ આવરી લેવાશે તેવું ઉમેર્યું હતું. શિફા હોસ્પિટલના નિર્માણ માટે ટ્રસ્ટી મંડળના પ્રમુખ હાજી આદમભાઇ ચાકી, ઉપપ્રમુખ હાજી સલીમભાઇ જત સાથે હાજી યુસુફ ખત્રી, પ્રધાન યુસુફભાઇ જત, ઇસ્માઇલભાઇ સોનેજી, ખજાનચી મેમણ હાજી અ. કરીમ, ટ્રસ્ટીઓ સોનારા હાજી યાકુબ, એડવોકેટ સાજીદ માણેક, મેમણ હાજી મહંમદ સલીમ, મૌલાના હાજી ઇલિયાસ ઉપરાંત આર્કિટેક્ટ ફેઝલ ખત્રી, ઓડિટર સી.એ. ઝહીરભાઇ મેમણ અને લીગલ એડવાઇઝર એડવોકેટ હનીફ ચાકી આયોજન સંભાળે છે. ઉપરાંત દાઉદભાઇ બોલિયા (મુંદરા), ઇશાકભાઇ માંજોઠી, ઇલિયાસભાઇ દાઉદ ખત્રી, બસીરભાઇ મેમણ હોસ્પિટલ નિર્માણ સંબંધી સહિતના કાર્યમાં સહયોગી બની રહ્યા છે.--ઉપપ્રમુખ હાજી સલીમ

કોરોનાની બીજી લહેરમા અડધી રાતે લોકો મારા ઘરે આવતા અને કહેતા કે તમારી મદદ જોઈએ છે. જેથી મેં કહ્યું શુ સહાયતા આપી શકું.ત્યારે લોકો મારી પાસે આર્થિક મદદ નહીં પણ ઓકિસજન સિલિન્ડરની અપેક્ષા રાખતા પણ ત્યારે હું પણ લાચાર હતો કારણકે ક્યાંય ઓકિસજન મળતો નહીં. જેથી નાછૂટકે આશા સાથે આવેલા વ્યક્તિને નિરાશા સાથે જવું પડતું ત્યારે જ સમાજ માટે હોસ્પિટલ નિર્માણનો વિચાર આવ્યો આજે લોકોને સમાજવાડી કે વિકાસના બદલે આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાત છે.જેથી નવ મહિના સુધી ભુજમાં મુસ્લિમ હાઈસ્કૂલમાં (Bhuj Muslim High School) કોવિડ કેર સેન્ટર ચલાવી અને બાદમાં ટ્રસ્ટ બનાવી કાયમી નવી હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન સેવ્યું જેમાં સર્વે સમાજ અને તંત્રના લોકો સહકાર આપી રહ્યા છે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના (Multi Specialty Hospital Bhuj) બાંધકામમાં અને હોસ્પિટલના સાધન સામગ્રી ખરીદીમાં દાતાઓ તરફથી સહકારની અપેક્ષા છે.--પ્રમુખ હાજી આદમ ચાકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.