ETV Bharat / state

આ વર્ષે કચ્છની કેસર કેરીનું સારી એવી માત્રામાં ઉત્પાદન થાય તેવી શક્યતા - ફળના ન્યૂઝ

કચ્છની કેસર કેરીના ચાહકોની આતુરતાનો હવે અંત આવી જશે. કારણ કે ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનમાં વધારો થયો છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન વધીને 65 હજાર મેટ્રિક ટન થવાની શકયતા છે.

કોરોનાની સ્થિતિ જોતા સ્થાનિક બજારોમાં જ કેરી વેચાશે

author img

By

Published : Apr 1, 2021, 5:09 PM IST

  • કોરોનાની સ્થિતિ જોતા સ્થાનિક બજારોમાં જ કેરી વેચાશે
  • ગયા વર્ષે અંદાજીત 64 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું
  • આ વર્ષે વધીને 65 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થવાની શકયતા
  • કચ્છની કેસર કેરીઓની મુંબઈ અને ગુજરાતની અનેક બજારોમાં માંગ

કચ્છ: જિલ્લાની કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. તાલાલા અને ગીરની કેરીના આગમન બાદ અંતે બજારમાં કચ્છની કેસર કેરી પ્રવેશે છે. ખાસ તો સારી એવી માત્રામાં ઉત્પાદન થવું છે. ક્ચ્છ ઉપરાંત મુંબઇ - ગુજરાતની બજારોમાં કચ્છની કેસર કેરીની માંગ જોવા મળે છે તેમજ વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે.

કચ્છની કેસર કેરીઓની મુંબઈ અને ગુજરાતની અનેક બજારોમાં માંગ

આ પણ વાંચો: ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર, કેરીના ખરણનું પ્રમાણ વધ્યું

કોરોનાની સ્થિતિ જોતા સ્થાનિક બજારોમાં જ કેરી વેચાશે

હાલની કોરોનાની સ્થિતિ જોતા સ્થાનિક બજારોમાં જ કેરી વેચાશે. મદદનીશ બાગાયત અધિકારી કે.પી.સોજીત્રાએ જણાવ્યું કે, ગયા વર્ષે અંદાજીત 64 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. જે સામે આ વર્ષે વધીને 65 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થવાની શકયતા છે. નોંધનીય છે કે, કચ્છની કેસર કેરીની બજારમાં બોલબાલા હોય છે. એપ્રિલના મધ્યાહન બાદ કેરી માર્કેટમાં દેખાશે તેવું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: ગ્લોબલ વોર્મિંગની અસરથી આંબાવાડિયમાં કેરીના ફાલ પર જોવા મળી વિપરીત અસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.