ETV Bharat / state

શું આપ રણોત્સવમાં એન્જોય કરવાનું પ્લાનિંગ કરો છો? તો આપની માટે IRCTC લાવ્યું છે સ્પેશિયલ ટૂર પેકેજ - 24 ડિસેમ્બરથી 24 જાન્યુઆરી સુધી પેકેજ

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ટૂરિસ્ટ્સ પર્સનલ ટૂર કે ટૂર ઓપરેટરે પ્લાનિંગ કરેલ ટૂર અંતર્ગત કચ્છ આવી રહ્યા છે. આ સમયે IRCTCએ રણોત્સવ માટે એક ખાસ ટૂર પેકેજ રજૂ કર્યુ છે. વાંચા IRCTCના ટૂર પેકેજ વિશે વિગતવાર

રણોત્સવ માટે IRCTC લાવ્યું છે સ્પેશિયલ ટૂર પેકેજ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 3:21 PM IST

કચ્છઃ વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. આ રણોત્સવ માટે વિવિધ ટૂર ઓપરેટર્સ પેકેજીસ રજૂ કરતા હોય છે. જેમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન(IRCTC) દ્વારા પૂર્ણિમા પે રણ- વ્હાઈટ ડેઝર્ટ રિસોર્ટ નામક ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ 5 દિવસ 4 રાત્રિનું છે. પૂનમના દિવસે સફેદ રણની જે શોભાવૃદ્ધિ થાય છે તેનો લાભ ટૂરિસ્ટ્સને મળે તે હેતુથી આ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે.

IRCTCનું સ્પેશિયલ ટૂર પેકેજ 5 દિવસ 4 રાત્રિનું છે

ટૂર પેકેજ વિશેઃ 5 દિવસ 4 રાત્રિના આ પેકેજની શરુઆત મુંબઈથી થશે. મુંબઈથી ભુજ સુધી ટૂરિસ્ટ્સને સેકન્ડ ક્લાસ એસી ટ્રેનમાં લવાશે. ભુજથી રણોત્સવ સુધી બસ મારફતે લઈ જવાશે. રણોત્સવ સ્પોટ પર ટૂરિસ્ટ્સને રહેવા માટે ટેન્ટ સિટીના પ્રીમિયમ ટેન્ટ અથવા ભૂંગાની સગવડ આપવામાં આવશે. ટૂરિસ્ટ્સને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ પૂરા પડાશે. અન્ય સ્થળોની મુલાકાત માટે બસની પણ સગવડ સ્થળ પર મળશે. ટૂરિસ્ટ્સને આ ટૂર પેકેજમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સની ખાસ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ ટૂર પેકેજ 24 ડિસેમ્બરથી 24 જાન્યુઆરી 2024 વચ્ચેના સમયગાળા ઓફર કરવામાં આવી રહ્યું છે. આ ટૂર પેકેજમાં ટૂરિસ્ટ્સ રણોત્સવમાં સામેલ એવી દરેક પ્રવૃત્તિ માણી શકશે. જેમાં કચ્છની કળાઓ, કારીગરોની સર્જનાત્મકતા, કચ્છનું લોક સંગીત તેમજ વિવિધ પ્રદર્શનનો સમાવેશ થાય છે.

IRCTCના પેકેજમાં સાઈટ સીઈંગ અને વિવિધ એક્ટિવિટીઝનો સમાવેશ

ટૂર પેકેજની પ્રાઈસઃ IRCTC આ સ્પેશિયલ ટૂર પેકેજનો પ્રતિ ટૂરિસ્ટ 38,485 રુપિયા ચાર્જ કરે છે. જો કપલ ટૂર પેકેજે બૂક કરાવો તો પ્રતિ ટૂરિસ્ટ 24,975 રુપિયા, જો 3 ટૂરિસ્ટ્સ ટૂર પેકેજ બૂક કરાવે તો પ્રતિ ટૂરિસ્ટ 23,000 રુપિયા તેમજ 5થી 11 વર્ષના બાળકો માટે બાળક દીઠ 19,055 રુપિયા ચાર્જ કરે છે. IRCTCએ આ ચાર્જમાં પાર્કિંગ ચાર્જ, ટોલ ફીઝ તેમજ જીએસટીનો સમાવેશ કરી લીધો છે.

એક્ટિવિટીઝ એન્ડ એટ્રેક્શન્સઃ IRCTCના 5 દિવસ અને 4 રાત્રિના આ સ્પેશિયલ ટૂર પેકેજમાં ટૂરિસ્ટ્સને રોજ નવા આકર્ષણોનો લ્હાવો મળે તેવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે સાંજે 5.45 કલાકે મુંબઈના બ્રાન્દ્રા ટર્મિનસથી સેકન્ડ ક્લાસ એસી ટ્રેન દ્વારા ટૂરિસ્ટ્સને બીજા દિવસે સવારે 8.30 કલાકે ભુજ લવાશે. અહીંથી બસ દ્વારા ટેન્ટસિટી પહોંચાડી તેમનું વેલકમિંગ અને ચેકઈન કરાવવામાં આવશે. ટેન્ટસિટીના ડાઈનિંગ હોલમાં ટૂરિસ્ટ્સે લંચ પૂરુ પાડવામાં આવશે. સાંજે તેમણે સફેદ રણ ખાતે સાઈટ સીઈંગ માટે લઈ જવાશે. જ્યાં ટૂરિસ્ટ્સ આહલાદક સૂર્યાસ્ત માણી શકશે. ત્યારબાદ ડિનર માટે ટેન્ટસિટી લવાશે જ્યાં તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકશે. પછીના દિવસે સફેદ રણમાં નયનરમ્ય સૂર્યોદય માટે વહેલી સવારે સફેદ રણમાં લઈ જવાશે. ત્યારબાદ કચ્છના વિશ્વ વિખ્યાત કાળા ડુંગરની મુલાકાતે લઈ જવાશે. જ્યાં તેઓ કુદરતની નિકટતા અનુભવી શકશે. ત્યારબાદ હસ્તકલામાં અગ્રણી ગામની મુલાકાત કરાવાશે. ત્યાંથી ડિનર માટે ફરીથી રણોત્સવના ટેન્ટસિટી લઈ જવાશે. આ દિવસ પૂરો થયા બાદ વહેલી સવારે બ્રેકફાસ્ટ પૂરો કરાવીને ચેકઆઉટ કરાવાશે. ત્યારબાદ ભુજમાં લોકલ સાઈટ સીઈંગ કરાવાશે. સાંજે 8.20 કલાકે ભુજના રેલવે સ્ટેશનથી મુંબઈના બાન્દ્રા ટર્મિનસ સુધી પહોંચવા માટે ટ્રેનમાં પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવશે. જે બીજા દિવસે સવારે 11.45 કલાકે બાન્દ્રા પહોંચાડી દેશે. આઉટસાઈડ સાઈટ સીઈંગ અને ટ્રેનમાં કેટલાક લંચ અને ડિનરની સગવડ ટૂરિસ્ટે સ્વખર્ચે પણ કરવાની રહેશે.

  1. Rann Utsav 2023-2024: કચ્છમાં વિશ્વ વિખ્યાત 'રણોત્સવ'નો પ્રારંભ થયો, ડિસેમ્બરનું એડવાન્સ બૂકિંગ ફુલ
  2. World Tourism Day : કચ્છના સફેદ રણમાં આ વર્ષે ક્યારે યોજાશે રણોત્સવ અને શું હશે તેની વિશેષતાઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.