કચ્છ : પ્રવર્તમાન વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ના કારણે ઉભી થયેલી રોજગાર ધંધાની પરિસ્થિતિએ સૌને વતનનું વ્હાલ વધુ ઉપજયુ છે. મુંબઇગરા વાગડવાસીઓ પણ કે, જેઓ ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વતનની વાટે વળ્યા છે. અને હવે વતનમાં જ ગારમેન્ટ હબ વિકસાવવા પ્રયાસ શરૂ થયા છે. મુંબઇમાં વસેલા ગારમેન્ટ વેપારીઓએ કચ્છમાં બિજનેસપાર્ક ‘‘કચ્છ ગારમેન્ટ ઝોન’’ બનાવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ કર્યુ છે. જે 10મી જુન-2020 સુધી ભરી શકાશે. કચ્છ બિઝનેસ પાર્કમાં જોડાવવા સુધી કુલ 1540 લોકોએ http://www.formlets.com પર ઓનલાઇન ફોર્મ પણ ભરી દીધા છે. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં અંદાજે 20 હજાર ઉપરાંત કચ્છી વેપારીઓ ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. તેમની સાથે સ્થાનિકો પણ આ ધંધામાં રસ દાખવી રહ્યાં છે.
કચ્છમાં ગારમેન્ટ બિઝનેસ પાર્કના પ્રયાસ, મુંબઈગરા કચ્છીઓએ વતનને વિકસાવવા આદર્યો વ્યાયામ - Novel Corona Virus Covid-19
કોરોના મહામારી સામે દેશની લડત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર કરવા સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. ખાસ કચ્છના ભુકંપ પછીનો દાખલો આપીને જયારે આત્મનિર્ભરતા સંકલ્પ રજુ કરાયો છે. ત્યારે કચ્છવાસીઓએ કચ્છને વધુ સમૃધ્ધ અને સક્ષમ બનાવવા મક્કમ પગલાં ભરી રહ્યાં છે. કચ્છીઓમાં કોરોના વાયરસ કોવીડ-19 એ એક નવી લાગણીને પ્રબળ બનાવી દીધી છે. ’ સમગ્ર કચ્છમાં આધુનિક ખેતી દ્વારા સમૃધ્ધિનો મંત્ર સાકાર થઇ રહયો છે. નર્મદા કેનાલ અને ખેત તલાવડીઓથી કચ્છીઓ આધુનિક ખેતી તરફ તો વળ્યા જ છે. પણ હવે મુંબઇગરા કચ્છીઓ પણ વાગડ વિકસાવવા તત્પર બન્યા છે. આપણો ‘‘વાગડ આપણો વિકાસ’