કચ્છ: સરહદી જિલ્લા કચ્છનું આર્થિક પાસુ કૃષિ અને પશુપાલન(Agriculture and Animal husbandry) આધારિત છે. કચ્છમાં વિકાસની ખુબ ઉજળી તકો રહેલી છે. અગાઉ જિલ્લામાં કેરી, ખારેક, દાડમ, મગફળી, દિવેલા, કપાસ, જીરું વગેરેની દેશ અને દુનિયાના બજારોમાં આગવી ઓળખ ઊભી(Kutch Farmers Narmada water Benefit ) કરેલી છે. ખેડૂતોને ખેતી માટે નર્મદાના નીરની ખાસ જરૂરિયાત રહેતી હોય છે.
આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં 61,616 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર,અધિકારીએ કરી મહત્ત્વની ચોખવટ
કચ્છ જિલ્લાનું સ્થાન એગ્રો કલાઈમેટિક ઝોન(Agro Climatic Zone) 5 નોર્થ વેસ્ટ ઝોનમાં આવેલ છે અને જિલ્લામાં એગ્રી સેન્સસ 2015 મુજબ કુલ 2,45,843 ખેડૂત ખાતેદારો છે જે કુલ 7,53,907 હેકટર જમીન ધરાવે છે. નર્મદા યોજના હેઠળ જિલ્લાના કુલ 7 તાલુકાઓ રાપર,ભચાઉ, ભુજ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા અને માંડવીનો સમાવેશ થયેલો છે જેમાં કુલ 182 ગામોની 1,12,778 હેકટર જમીનને સિંચાઇનો લાભ થશે.
5,24,370 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે - કચ્છ જિલ્લામાં સામન્ય રીતે ખરીફ પાકોનું વાવેતર(Monsoon Crop Cultivation Kutch) વધારે થતું હોય છે. ગત વર્ષે સારા વરસાદને લીધે કચ્છમાં મોટા પ્રમાણમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં 7.53 લાખ હેક્ટર જેટલી જમીન ખેતીલાયક જમીન છે. ગત 3 વર્ષની સરેરાશ વાવેતરની વાત કરવામાં આવે તો 5,24,370 હેક્ટરમાં વાવેતર કરવામાં આવતું હોય છે.
જિલ્લામાં સામન્ય રીતે 1,47,008 હેક્ટરમાં રવીપાકોનું વાવેતર થતું હોય છે - કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ રવીપાકો અંગેની વાત કરવામાં આવે તો દર વર્ષે કચ્છના ખેડૂતો દ્વારા શિયાળા દરમિયાન રવીપાકોમાં ઘઉં, જુરું, રાઈ, ધાણા, લસણ, ઘાસચારો, જુવાર, મકાઈ જેવાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય છે. સામન્ય રીતે 1,47,008 હેક્ટરમાં રવીપાકોનું વાવેતર થતું હોય છે.જેમાં સૌથી વધારે રાઈ, ઘઉં, જીરુંના પાકોનું વાવેતર થતું હોય છે.
નર્મદાનાં નીરથી કચ્છ જિલ્લામાં 1,12,778 હેક્ટરમાં સિંચાઇનો લાભ પણ ખેડૂતોને મળશે. જિલ્લામાં હાલની સ્થિતિએ નર્મદા સિંચાઇનો લાભ મળતા રવી ઋતુમાં(Winter Crop Cultivation Growth Kutch) મુખ્ય પાકો જેવા કે, ઘઉં, જીરું, રાઈ તથા ઘાસચારાના પાકોના વાવેતર વિસ્તારમાં સારા પ્રમાણમાં વધારો થતાં ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થયો છે. તો કચ્છના સાત તાલુકાઓમાં અને 182 ગામોમાં ખેતી માટે નર્મદાના નીર મળવાથી પાકના વાવેતરમાં વધારો થશે.તો 1,12,778 હેક્ટરમાં સિંચાઇનો લાભ પણ ખેડૂતોને મળશે.
ભચાઉમાં વાવેતરમાં 59% જેટલો વધારો - હાલમાં જ્યારે નર્મદાના નીર કચ્છના ભચાઉ તાલુકાને મળી રહ્યા છે ત્યારે ઘઉં, રાઈ, જીરૂં, ઘાસચારા સહિતના પાકોના વાવેતરના વિસ્તારમાં સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. એકંદરે મુખ્ય પાકોના છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તાર 14,562 હેકટર તથા નર્મદા કેનાલથી અંદાજિત વાવેતર 8,590 હેક્ટરનો વધારો થતાં કુલ 23,152 હેકટર વાવેતર વિસ્તાર થતાં 59% જેટલો વાવેતરમાં વિસ્તારમાં વધારો થયેલ છે અને તેના લીધે પાક ઉત્પાદનના અંદાજીત 83% જેટલો વધારો થયો છે.
રાપર તાલુકામાં નર્મદાના નીર બાદ વાવેતરમાં 82% જેટલો વધારો - ઉપરાંત નર્મદાના નીર કચ્છના રાપર તાલુકાને મળી રહ્યા છે ત્યારે ઘઉં, રાઈ, જીરૂં, ઇસબગુલ, ઘાસચારા સહિતના પાકોના વાવેતરના વિસ્તારમાં સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. એકંદરે મુખ્ય પાકોના છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તાર 38,215 હેકટર તથા નર્મદા કેનાલથી અંદાજિત વાવેતર(Summer Crop Cultivation Kutch ) 31,477 હેક્ટરનો વધારો થતાં કુલ 69,692 હેકટર વાવેતર વિસ્તાર થતાં 82% જેટલો વાવેતરમાં વિસ્તારમાં વધારો થયેલ છે અને તેના લીધે પાક ઉત્પાદનના અંદાજીત 85% જેટલો વધારો થયો છે.
નર્મદા નિગમ દ્વારા મોડકૂબા સુધી કેનાલ વાટે પાણી ટ્રાયલ માટે છોડવામાં આવ્યું - કચ્છનો કાંઠાળપટ્ટ વર્ષોથી નર્મદાનાં નીરનાં અવતરણની રાહમાં હતો. અનેક વર્ષોથી વિવિધ અટકળો અને વિવાદો બાદ નર્મદાનાં નીર નર્મદા નિગમ દ્વારા મોડકૂબા સુધી કેનાલ વાટે પાણી ટ્રાયલ માટે છોડવામાં આવતાં મોડકૂબાથી 40 કિ.મી. પહેલાં પિયાવા વાડી વિસ્તારની કેનાલમાં પાણી પહોંચતાં નર્મદાના વધામણાં થયાં હતાં.
વર્ષોના ઇંતેજાર બાદ નર્મદાના નીર પહોંચતા કરાયા વધામણાં - વર્ષોના ઇંતેજાર બાદ આખરે નર્મદાનું પાણી કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં પહોંચ્યા બાદ સ્થાનિક લોકો અને ખાસ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માંડવી તાલુકાના દુર્ગાપુર અને બિદડા જેવા ગામો પાસે આવેલી કેનાલમાં પાણીનો આવ આવતા સમગ્ર ગામ કેનાલને જોવા પહોંચ્યો હતો અને નર્મદા મૈયાના દર્શન કર્યા હતા. ગ્રામજનોએ નર્મદાના નીરની નાળિયેર અર્પણ કરી વધામણાં કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કચ્છ જેવા સૂકા પ્રદેશમાં દોઢ દાયકા પહેલાં અપાયેલો વાયદો આખરે પૂરો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો: Rain in Banaskantha : બનાસકાંઠાની બજારમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસી જતા ભારે નુકસાન
નર્મદાનાં નીરથી વાવેતર તથા ઉત્પાદનમાં થશે નોંધપાત્ર વધારો - જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણ વાઘેલાએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે,નર્મદાનાં નીર નર્મદા નિગમ દ્વારા મોડકૂબા સુધી કેનાલ વાટે પાણી ટ્રાયલ માટે છોડવામાં આવ્યા હતા તો આગામી સમયમાં માંડવી અને મુન્દ્રા ખાતે નર્મદાના નીર પહોંચશે.જેવી રીતે કચ્છના અન્ય તાલુકાઓમાં નર્મદાના નીર કેનાલ વાટે પહોંચ્યા છે અને પાકોના વાવેતરમાં તેમજ ઉત્પાદનમાં વધારો થયો છે તેવી જ માંડવી અને મુન્દ્રા તાલુકાના ખેડૂતોને આ નર્મદાના નીર ખેતી માટે ખૂબ જ લાભદાયી નીવડશે. વર્ષોના ઇંતેજાર પૂર્ણ થયો છે ત્યારે નર્મદા મૈયાના મીઠા નીર મારફતે કચ્છના પ્રગતિશીલ ખેડૂતો ખૂબ મહેનત કરીને ફળ અને શાકભાજીનું વાવેતર કરશે અને પોતાની આવકમાં વધારો કરશે.