ETV Bharat / state

કચ્છ જિલ્લા પંચાયતનું 40.28 કરોડનું બજેટ જાહેર

author img

By

Published : Mar 31, 2021, 4:24 PM IST

કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ભુજ ખાતે યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં તમામ સદસ્યો હાજર રહ્યા હતા. આ સભા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં યોજવામાં આવી હતી.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખે 40.28 કરોડનું બજેટ જાહેર કર્યું

  • પ્રમુખ દ્વારા 40.28 કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું
  • જુદા જુદા 18 જેટલા ક્ષેત્રો આવરી લેવાયા
  • કુલ આવક 37,89,35,000, કુલ ખર્ચ 36,18,02,000
  • પ્રમુખ પારૂલબેન કારાએ વર્ષ 2021-22 નું 40 કરોડ 28 લાખ 47 હજારનું બજેટ રજૂ કર્યુ
  • બજેટમાં સ્વ ભંડોળમાં મુખ્યત્વે જમીન મહેસુલ ઉપકર, સ્ટેમ્પ ડ્યુટી, રેતી રોયલ્ટી, શિક્ષણ ઉપકરની આવકનો સમાવેશ

કચ્છઃ ભુજના જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામા 40 સદસ્યો હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી કે.પી.પટેલ , જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા તથા ઉપપ્રમુખ વનવીરભાઈ રાજપુતના પ્રમુખ સ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી.

જુદા જુદા ક્ષેત્રે કરવામા આવેલી જોગવાઈઓ

સ્વભંડોળ પંચાયત વિકાસ અને મહેસુલ ક્ષેત્રે 27,10,000, શિક્ષણ ક્ષેત્રે 4,02,00,000 ,આરોગ્ય ખેતીવાડી તેમજ પશુ પાલન ક્ષેત્રે પણ જોગવાઈ રાખવામાં આવી હતી. સમાજ કલ્યાણ ક્ષેત્રે 37,50,000, બાંધકામ ક્ષેત્રે 38,45,000, રેતી રોયલ્ટીની ગ્રાન્ટમાથી વિકાસના કામ માટે 6,00,00,000, જેટિંગ મશીન માટે 10,00,000, સિંચાઇના કામ માટે 50,00,000 ની જોગવાઇ કરવામાં આવી હતી.

ગ્રાન્ટમાથી કરવામા આવતો ખર્ચ

સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાથી જિલ્લા વિકાસના કામો તેમજ અન્ય આયોજન માટે 4,50,60,000 ના ખર્ચ માટેની જોગવાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ખંભાળિયા નગરપાલિકાનું 2.57 કરોડનું બજેટ રજૂ કરાયું

જુદા જુદા આવરી લેવાયેલા ક્ષેત્રો

આ ઉપરાંત સામાન્ય વહીવટ,આરોગ્ય ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, આંકડા ક્ષેત્ર, કુદરતી આફત ક્ષેત્ર , નાના ઉદ્યોગ અને સહકાર ક્ષેત્ર, તાલુકાઓની ફાળવણી અને આયુર્વેદ ક્ષેત્ર જેવા ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો.

ઉઘડતી અને બંધ સિલક

બજેટમા 2021-2022 ના વર્ષની ઉઘડતી સિલક 38,57,14,000, કુલ આવક 37,89,35,000, કુલ ખર્ચ 36,18,02,000 અને 31 માર્ચની અંદાજીત બંધ સિલક 40,28,47,000 આંકવામાં આવી હતી.

આ પણ વાંચોઃ નવસારી-વિજલપોર નગરપાલિકાનું પ્રથમ 555.52 કરોડનું બજેટ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.