ETV Bharat / state

કચ્છમાં ભાજપનું ખેડુત સંમેલન, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે કર્યા જાગૃત - Kutch

ભૂજ તાલુકાના માધાપર ગામે કૃષિ સુધાર બિલ 2020ને સમર્થન આપવા જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતી આપી હતી.

Bhupendrasingh Chudasma
Bhupendrasingh Chudasma
author img

By

Published : Dec 19, 2020, 1:15 PM IST

  • ભુજના માધાપરમાં યોજાયું ખેડૂલ સંમેલન
  • શિક્ષણપ્રધાને કરી સંમેલનની અધ્યક્ષતા
  • સાચી સમજણ ખેડુતોને પહોંચાડવા આહવાન

    ભૂજઃ કચ્છના ભૂજ તાલુકાના માધાપર ગામે કૃષિ સુધાર બિલ 2020ને સમર્થન આપવા જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. સંમેલનના અધ્યક્ષસ્થાનેથી રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, અમે ખેડૂતોના વિરોધી નથી, હામી છીએ. રાજયમાં કૃષિ મહોત્સવના પરિણામે આજે ખેડૂતોની આવક 1,70,000 કરોડ થઈ હોવાનું જણાવીને આગામી સમયમાં કૃષિ બિલો અંગે 10 તાલુકામાં ખેડૂતોની વચ્ચે જઈ સાચી વાત સમજાવવા અનુરોધ કર્યો હતો.

    શિક્ષણપ્રધાને સમજાવ્યા કૃષિબિલના ફાયદા

    શિક્ષણપ્રધાન ચુડાસમાએ કેન્દ્ર સરકારે પસાર કરેલા બિલમાં ખેડૂત વિરોધી એક પણ જોગવાઈ નથી તેવું કહેતાં મિનિમમ સપોર્ટ સિસ્ટમ-ટેકાના ભાવથી ખરીદી બંધ નથી થવાની. ગુજરાતમાં 15 હજાર કરોડની ખરીદી સરકારે ટેકાના ભાવથી કરી છે અને ચાલુ રહેશે. એપીએમસી બંધ નથી, ઊલટું ખેડૂતોને વિકલ્પ મળશે, જ્યાં માલ વેચવો હશે ત્યાં વેચી શકશે. કોન્ટ્રાકટ ફાર્મિંગ બિલ અંગે તેમણે જણાવ્યું કે, જમીન વચ્ચે આવતી જ નથી ફકત પાકનો કોન્ટ્રાક્ટ જ હોય છે.
    કચ્છમાં ભાજપનું ખેડુત સંમેલન

    કોગ્રેસ શાસનની ભલામણનો અમલ

    કચ્છના પ્રભારી પ્રધાન દિલીપસિંહ ઠાકોરે કોંગ્રેસના વખતમાં સ્વામિનાથન સમિતિએ દેશના ખેડૂતોની આવક કઈ રીતે વધારી શકાય તેની ભલામણ કરી હતી. તે 10 વર્ષથી ધૂળ ખાતી હતી. એ જ રિપોર્ટ પ્રમાણે મોદી કાયદા બનાવી આગળ વધી રહ્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશમંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આજના સંમેલનને આંદોલકારીઓને ખુલ્લા પાડવા માટે હોવાનું જણાવી આંદોલનના દેશ વિરોધી સમર્થકોને ખુલ્લા પાડયા હતા.

    દલાલો ખેડુતોને ભરમાવે છે

    કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, કૃષિ બિલો પસાર થવાથી વચેટિયા-દલાલીપ્રથા નાબૂદ થશે તેથી તેવા લોકો પ્રેરિત આંદોલન ચાલે છે. આંદોલનમાં આવનારને શા માટે વિરોધ કરે છે તેની પણ ખબર નથી હોતી. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, સરહદ ડેરીના અધ્યક્ષ વલમજીભાઈ હુંબલ સહિત કાર્યકરો અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.