ETV Bharat / state

Amul Sour Buttermilk : ગુજરાતની સાથે ભારતભરમાં મળશે 10 રૂપિયામાં અમૂલ ખાટી છાશ - Amul sour buttermilk in Kutch

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા અમૂલ ખાટી છાશ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ 400 ML પાઉચમાં રૂપિયા 10માં આવતીકાલ 27મી મેથી કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાત સહિત ભારતભરમાં મળશે.

Amul Sour Buttermilk : ગુજરાતની સાથે ભારતભરમાં મળશે 10 રૂપિયામાં અમૂલ ખાટી છાશ

author img

By

Published : May 26, 2023, 10:43 PM IST

ગુજરાતની સાથે ભારતભરમાં મળશે 10 રૂપિયામાં અમૂલ ખાટી છાશ

કચ્છ : કચ્છમાં સરહદ ડેરીના નવા ચાંદરાણી પ્લાન્ટ ખાતેથી અમૂલ ખાટી છાશનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા હાલમાં કચ્છ જિલ્લાના લોકોના ઘરમાં જે ખાટી છાશ પીવાનું ચલણ છે. તેવા ખાટા સ્વાદની અમૂલ ખાટી છાશનું આજથી સરહદ ડેરીના નવા ચાંદરાણી પ્લાન્ટ ખાતેથી અમૂલ બ્રાન્ડ અંતર્ગત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને આવતીકાલથી તે કચ્છની બજારમાં ઉપલબ્ધ થશે.

કચ્છ અમૂલના નવા પ્લાન્ટ ખાતેથી અમૂલ ખાટી છાશ સાથે મસાલા છાશ બજારમાં ઉપલબ્ધ થશે. આ છાશ 400 ML પાઉચમાં રૂપિયા 10માં આવતીકાલ 27મી મેથી કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે. આ પ્રકારની ખાટી છાશ અમૂલ બ્રાન્ડ હેઠળ સૌ પ્રથમ કચ્છથી શરૂ કરવામાં આવી છે. હવે ધીમે ધીમે ગુજરાત અને ત્યારબાદ ભારતભરમાં આ પ્રકારની અમૂલ ખાટી છાશ બજારમાં મળતી થશે. - વલમજી હુંબલ (સરહદ ડેરીના ચેરમેન)

અમુક મસાલા છાશ પણ થશે ઉપલબ્ધ : વધુ માહિતી આપતા વલમજી હુંબલે જણાવ્યું હતું કે, અમૂલ મસાલા છાશ 340mlના પેકમાં પણ આજથી ચાંદરણી પ્લાન્ટ ખાતેથી પેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રતિ પેક રૂપિયા 11માં આવતીકાલથી કચ્છની બજારમાં ઉપલબ્ધ થશે. તમામ લોકો આ ખાટી છાશ તેમજ મસાલા છાશનો લાભ લે અને આગામી સમયમાં ભારતભરના લોકોને પણ તેનો લ્હાવો લેવાનો અવસર મળશે.

ડેરીના અધિકારીઓ લોન્ચિંગ પ્રસંગે રહ્યા ઉપસ્થિત : ખાટી છાશના લોન્ચિંગ પ્રસંગે સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવ ગુંસાઇ, અમૂલ ફેડરેશનના અધિકારી અમીરકુમાર, ધવલ ભાટેસરા, પ્લાન્ટ મેનેજર નીલેશ જાલમકર, હાર્દિક કટારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ

છાશ પીવાથી 18 શ્રમિકોની ઉલટી ચક્કરની ફરિયાદો, ઝેરી છાશ હોવાની વિગતો આવી સામે!

લોકડાઉન રેસીપીઃ તો આ રીતે બનાવો ઉનાળાનું સૌથી લોકપ્રિય ડ્રિંક છાશ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.