કચ્છઃ કલેકટર પ્રવીણા ડી. કે.એ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા આ જીવન ઉપયોગી વસ્તુઓનાં વેચાણ માટે સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત લોકોને ઘરે ઘરે આ જીવન જરૂરિયાત ચીજો મળી રહે તે માટે વેપારીઓને હોમ ડિલીવરી કરવા પણ કહેવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં દવાની દુકાનો અને મેડિકલ ફેસેલીટી પણ સતત ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત બીજી આવશ્યક સેવાઓ જેવી કે, બેંક, વીમા ઓફિસ, એટીએમ ચાલુ રહેશે. તેમજ પેટ્રોલ પંપ, એલપીજી, પાણી પુરવઠો, વીજ ઉત્પાદન અને વિતરણની સેવાઓ ચાલુ રહેશે.
લોકોએ પોતાના ઘરમાં જ રહે અને કોઈપણ જાતની અફવાઓ અને અંધ-વિશ્વાસથી બચે, જયારે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જવામાં અંતર જાળવે અને દુકાનો પર ભીડ ન કરે. જીવન ઉપયોગી તમામ વસ્તુઓ આ લોકડાઉન પિરિયડ દરમિયાન મળતી જ રહેશે એટલે તેનો જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો નહીં. તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.