ETV Bharat / state

કચ્છના ભુજ-નલિયા ધોરીમાર્ગને ઇમર્જન્સી લેન્ડિંગ સુવિધા માટે વિકસાવાશે - ઇમર્જન્સી લેન્ડિંગ સુવિધા

દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં કચ્છના ભુજ-નલિયા ધોરીમાર્ગનો સમાવેશ કરાયો છે.કેન્દ્રીય માર્ગ,પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ રાજસ્થાનમાં નેશનલ હાઇવે 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતા કહ્યું છે કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે.

કચ્છના ભુજ-નલિયા ધોરીમાર્ગને ઇમર્જન્સી લેન્ડિંગ સુવિધા માટે વિકસાવાશે

author img

By

Published : Sep 9, 2021, 7:56 PM IST

Updated : Sep 9, 2021, 9:49 PM IST

  • 19 સ્થળો પૈકી ભુજ-નલિયા ધોરીમાર્ગ પર પણ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા
  • દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે ધોરીમાર્ગોને તૈયાર કરવાનો પ્રોજેક્ટ
  • આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ સેનાને ઉપયોગી બનાવવામાં આવશે

    કચ્છ: સંરક્ષણપ્રધાન રાજનાથસિંહેે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર કટોકટી ઉતરાણ (emergency landing) સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે કેન્દ્રીય માર્ગ,પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે આ ધોરીમાર્ગ રન-વેને વધુ મજબૂત બનાવશે જે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને મજબૂત બનાવશે.

    દેશની અંદર અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર દેશની અંદર અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થઇ રહ્યું છે. આ ઉપરાંત આપણે ગૌરવ લઈ શકીએ એ રીતે દેશની અંદર વિશ્વસ્તરીય ધોરીમાર્ગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આજે દેશના સડક અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી દ્વારા તથા દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહના નેતૃત્વની અંદર રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર emergency landing સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે કુલ 19 સ્થળોમાં કચ્છના ભુજ - નલિયા ધોરીમાર્ગ પર પણ ઇમરજન્સી લેન્ડિંગ માટે સુવિધા વિકસાવવામાં આવશે.

કટોકટીની પરિસ્થિતિઓ માટે હંમેશા તૈયાર

આ ઉપરાંત નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વકક્ષાના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ વિક્રમી ઝડપે થઈ રહ્યું છે. અને હવે આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ સેનાને ઉપયોગી થશે, જેથી આપણો દેશ વધુ સુરક્ષિત અને કટોકટીની પરિસ્થિતિઓ માટે હંમેશા તૈયાર રહેશે.

વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને મજબૂત બનાવાશે

જાણો શું કહ્યું કચ્છના સાંસદે?

આપણે સૌને આનંદ થાય છે કે કેન્દ્રીય માર્ગ,પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આજે એક મોટી જાહેરાત કરી છે કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે અને આ 19 સ્થળોમાંથી ગુજરાતના સુરતથી બરોડા સુધીના ધોરીમાર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છની વાત કરવામાં આવે તો નલિયાથી ભુજના ધોરીમાર્ગ પર પણ આ ઇમરજન્સી લેન્ડિંગની સુવિધાનો વિકાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારતીય સરહદ નજીક હાઈવે પર લેન્ડ કરાયુ વાયુસેનાનું એરક્રાફ્ટ, જૂઓ વીડિયો...

આ પણ વાંચોઃ રાજનાથસિંહ અને નીતિન ગડકરીને લઇને પ્લેનનું નેશનલ હાઈવે પર ઇમર્જન્સી લેન્ડિંગ કેમ?

Last Updated : Sep 9, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.