કચ્છઃ જિલ્લા પંચાયત હસ્તના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કનન્નર દૈનિક ધોરણે શંકાસ્પદ કેસ, કવોરન્ટાઈન કામગીર સહિતની વિગતો સતાવાર રીતે વિવિધ મિડિયા વ્હોટસએપ ગ્રપમાં આપી રહયા છે. 1લી એપ્રીલથી આજે 3 એપ્રીલ સુધીના આંકડાઓ પરથી એટલુ સ્પષ્ટ છે કે ત્રણ દિવસમાં કચ્છમાં એક હજારથી વધુ લોકોનો હોમ કવોરન્ટાઈન કરાયા છે. છેલ્લા પાંચ દિવસથી કોરોના કોઈ શંકાસ્પદ કેસ ન હોવા છતાં આટલા લોકોને હોમ કવોરન્ટાઈન શા માટે કરાયા છે. તેવો સવાલ ઈટીવી ભારતે જયારે આરોગ્ય અધિકારીએ પુછયો ત્યારે ડો કન્ન્રરે સ્પષ્ટ જણાવ્યુ ંહતું કે દૈનિક 400 પાંચસો લોકો કચ્છમા આવી રહયા છે. તેમની તપાસણી કરીને તેમને હોમ કવોરન્ટાઈન કરાઈ રહયા છે. આંચકા સમાન આ બાબતે તેમણે પેટા સવાલના જવાબમાં કહયું હતું કે જવાબદારો તમામ જાણ કરાઈ છે કે દેનિક આટલા લોકો કચ્છમાં પ્રવેશી રહયા છે. તેમ છતાં બધાની અલગ અલગ જવાબદારી છે. હોમ કવોરન્ટાઈનનો ભંગ થશે અને સ્થિતી વણશે તો શું એ બાબત આરોગ્ય તંત્રએ એમ કહયું કેઆ જવાબદારી પોલીસ વિભાગની છે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે. બે દિવસ પહેલા આ બાબતે કચ્છ કલેકટરનું ધ્યાન દોર્યું હતું અને તેમણે કડક પગલાની ખાતરી આપી છે. આજે ફરી આ બાબતે ચોકકસ તેેમની સાથે વાત કરું છું જયારે રાજયપ્રધાન વાસણભાઈ આહીરે આ બાબત સ્વીકારીને એટલે સુધી જણાવી દીધું કે હું પોતે સામખિયાળી ચેકપોસ્ટની તપાસ પર પહોંચ્યો ત્યારે અનેક લોકો પ્રવેશતા હતા અને પછી મારા પણ ભલામણના ફોન પણ આવી રહયા હતા જેથી પોલીસને કડકાઈ સાથે પ્રવેશ બાબતે કામગીરીની સુચના આપી હતી. હજુ પણ આ બાબતે હું જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે વાત કરું છું.
ઈટીવી ભારતના મહત્વપુર્ણ સવાલ એ છે લોકડાઉન વચ્ચે દૈનિક 400થી 500 લોકો વાહનોમાં છે ક છેવાડાના ક્ચ્છ જિલ્લા સુધી પહોંચી રહયા છે. તેથી સ્પષ્ટ છે કે વચ્ચે આવતા તમામ જિ્લલામા કોઈ તપાસ નથી થતી અથવા મેડિકલ સહિતના રસ્તાઓ સાથે લોકો પસાર થઈ રહયા છે. . લોકડાઉનમાં ઈમરજન્સી છુટછાટ હોઈ શકે પણ આટલી બધી ન હોય તે સ્વાભાવિક છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ રીતે રાજયભરમાં લોકો વિવિધ રસ્તા અપવાની પોતાના વતન પહોંચી રહયા હશે. તો પછી પગે ચાલીને નિકળતા શ્રમિકોના વાંક ગુનો શું. તેમને પણ જવા દેવા જોઈએ .
નોંધનીય છે કે લોકડાઉનની જાહેરાત સાથે અન્યત્ર રહેતા કચ્છીઓ વતન તરફ દોડ મુકી હતી. વાગડમાં તો એક રીતે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ વચ્ચે હજુ પણ કચ્છ પ્રવેશની આ બાબત અત્યંત ગંભીર છે હાલ કચ્છમાં રાહત છે પણ જો આમ જ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં કચ્છ અને કોરોના વચ્ચે ખરાખરીનો જંગ જામી જશે તો નવાઈ નહી રહે.