કચ્છઃ આદિપુરમાં લગ્ન પ્રસંગે જમણવાર દરમિયાન રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. મળતી વિગતો મુજબ આદિપુરના લચ્છવાણી ધર્મશાળા નજીક લગ્ન પ્રસંગે જમણવારનું આયોજન કરાયું હતું. જેમાં ભોજન બનાવતી વખતે અચાનક રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થવાથી આ સમગ્ર ઘટના બની હતી. જેમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
રાંધણગેસના બોટલમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સારવાર દરમિયાન 2 લોકોનાના મોત થયાની વિગતો સામે આવી છે, પરંતુ મોતની વિગતોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.