ETV Bharat / state

કોરોનાના જોખમને ટાળવા કચ્છ વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા - કોરોના ઈફેક્ટ ઈન કચ્છ

કોરોનાના કહેર વચ્ચે કચ્છ જિલ્લામાં જાગૃતિના તમામ પગલા ભરવામાં આવી રહ્યાં છે. ભુજ એરપોર્ટ પર સતત સ્કેનિંગ, ભુજ કોર્ટમાં બિનજરૂરી હાજરી ટાળવા, ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવા સહિતના પગલા ભરાઈ રહ્યાં છે.

s
કોરોનાના જોખમને ટાળવા કચ્છ વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા
author img

By

Published : Mar 19, 2020, 7:35 PM IST

કચ્છઃ ગાંધીધામ ખાતે આવેલા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં એક સાથે હજારો કામદારોનું સ્ક્રેનિંગ કરાયુ હતું. જો કે, હાશકારા વચ્ચે 1 કેસ માત્ર સાદા તાવના મળી આવ્યા હતા. ગાંધીધામ ખાતેના કંડલા ઝોનમાં હજારો કામદારો કામ કરે છે. આ ઉપરાંત સતત વિદેશોમાંથી માલ પરીવહન થાય છે. કોરોના કહેર વચ્ચે કામદારોની સુરક્ષા અને જાગૃતિ માટે તંત્ર દ્વારા આ સ્ક્રેનિંગ આરંભવામાં આવ્યું છે.

કોરોનાના જોખમને ટાળવા કચ્છ વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા
બીજી તરફ ભુજની ખાસ જેલ પાલારામાં પણ કેદીઓને સગાસં-બંધીઓના મળવા પર પાંબદી ફરમાવામાં આવી છે. જ્યાં સુધી કોઈ નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી જેલમાં કેદીઓને મળવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત સમગ્ર કચ્છમાં જિલ્લા કલેક્ટરના આદેશથી પુસ્તકાલયો, ખાનગી જીમ, બગીચાઓ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. દરમિયાન કચ્છમાં અત્યાર સુધી 4 દર્દીઓ શંકાસ્પદ રીતે અલગ તારવાયા હતા. ઉપરાંત બુધવારે મુંદ્રાની એક મહિલાને ભુજ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે, ગુરૂવારે આ મહિલા દર્દીનો સેમ્પલ પણ નેગેટિવ આવ્યો હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.