ETV Bharat / state

7.79 લાખના MD ડ્રગ્સ સાથે માતા-પુત્ર સહિત 3 ઝડપાયા - પશ્ચિમ કચ્છ

પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભુજ-માંડવી હાઈવે પર ખત્રી તળાવ નજીક માતા-પુત્ર સહિત ત્રણ આરોપીની 7.79 લાખની કિંમતના 77.9 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્ઝ સાથે ધરપકડ (3 including mother and son caught with MD drugs) કરી છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

7.79 લાખના MD ડ્રગ્સ સાથે માતા-પુત્ર સહિત 3 ઝડપાયા

author img

By

Published : Dec 18, 2022, 7:29 AM IST

Updated : Dec 18, 2022, 2:58 PM IST

કચ્છ: હાલમા એન.ડી.પી.એસ.ના નાસતાં-ફરતા આરોપીઓને શોધી પકડી પાડવાની ડ્રાઇવ ચાલુ છે. (3 including mother and son caught with MD drugs) સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક સૌરભસિંઘે એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે જોડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા માટે SOGના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ભોલાનાના નેતૃત્વ હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.

આ પણ વાંચો: અમદાવાદના શાહપુરમાંથી ઝડપાયું 29 ગ્રામ MD ડ્રગ્સ, 4ની ધરપકડ

MD ડ્રગ્ઝ મળી આવ્યું: SOGના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને બાતમી મળી હતી (kutch MD drugs) કે ત્રિપુટી ડ્રગ્ઝનો જથ્થો લઈને વેચાણ માટે બે બાઈક પર માંડવી તરફ જઈ રહી છે. જેના પગલે SOGએ ગત મોડી સાંજે ખત્રી તળાવ નજીક નિલકંઠ મહાદેવ મંદિરના ગેટ પાસેથી ત્રણેને આંતરી લઈ તલાશી લેતાં MD ડ્રગ્ઝ મળી આવ્યું હતું. ઝડપાયેલાં આરોપીઓમાં ભુરુભા ખેતુભા સોઢા, લીલાવતીબેન ઊર્ફે લીલાબા અને લીલાવતીના 24 વર્ષિય પુત્ર શેરુભા ઊર્ફે વિપુલસિંહ વિજયસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: બાપુનગરમાંથી રૂપિયા એક લાખના MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

રાજસ્થાનથી ડ્રગ્ઝ મગાવ્યું: પશ્ચિમ કચ્છ SOGએ આરોપીઓના કબ્જામાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) નાર્કોટિકસ ડ્રગ્સ જેનું વજન 77.9 ગ્રામ કિ.રૂપિયા 7,79,000/-નો મુદામાલ ઝડપી પાડી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. SOG પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી.ભોલાએ જણાવ્યું આરોપી ભુરુભાએ કચ્છમાં વેચાણ અર્થે પંદરેક દિવસ અગાઉ રાજસ્થાનથી ડ્રગ્ઝ મગાવ્યું હતું.

Last Updated : Dec 18, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.