કચ્છઃ કચ્છ રાજાશાહી યુગનો જિલ્લો હોવાથી અહીં ઘણા પ્રાચીન અવશેષો આવેલા છે. જે પૈકીનું એક કોટાય પાસે આવેલ સૂર્ય મંદિર છે જે 9મી સદીના સોલંકી શૈલીનું છે (9th century Solanki style historic Sun Temple)પરંતુ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના કારણે કચ્છનો ભવ્ય ઇતિહાસ આજે ભૂંસાઈ રહ્યો છે. તાજેતરમાં યુનેસ્કો દ્વારા કચ્છનાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો પણ કચ્છએ રાજાશાહી યુગનો જિલ્લો હોવાથી અહીં ઘણા પ્રાચીન અવશેષો આવેલા છે ભુજ તાલુકામાં કોટાય પાસે સોલંકી વંશમાં બનેલુ સૂર્ય મંદિર (Kotay Sun Temple of Kutch )પણ અહીં આવેલુ છે જે હેરિટેજ સાઈટનો દરજ્જો ધરાવે છે.પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ ઐતિહાસિક મંદિર (Neglect of historic buildings ) માત્ર નામ પૂરતું રહ્યું છે.
9મી સદીમાં સોલંકી શૈલીનું સૂર્ય મંદિર
ભુજથી ખાવડા જવાના રસ્તે રૂદ્રાણી માતાનું મંદિર આવેલું છે. ત્યાંથી થોડું આગળ લોડાઈ વિસ્તારમાં આવેલા કોટાય ગામની પાછળ ચારેબાજુ ડુંગરોથી ઘેરાયેલા વિસ્તારમાં શિવ મંદિર આવેલું છે જેને સૂર્ય મંદિર તરીકે પણ (Kotay Sun Temple of Kutch )ઓળખવામાં આવે છે. એક મત મુજબ રાવ લાખા ફુલાણીના સમયમાં લગભગ 9 મી સદીમાં સોલંકી શૈલીમાં (9th century Solanki style historic Sun Temple) આ મંદિર બનાવાયું છે. આ જગ્યાએ અણગોર ગઢ હતો. જે જામ ફુલે બંધાવ્યો હતો. બીજા 9 મંદિરો હતાં (Historical heritage of Kutch ) જોકે કાળક્રમે તમામ મંદિરો નાશ પામ્યા છે.
પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના કારણે કચ્છનો ભવ્ય ઇતિહાસ આજે ભૂંસાઈ રહ્યો છે
હાલમાં માત્ર આ એક જ સુંદર ઐતિહાસિક મંદિર છે. આ મંદિર કેન્દ્ર સરકાર હસ્તક છે પણ કોઈ જાળવણી કરવામાં આવતી નથી. મંદિર જવા માટે કોઈ રસ્તો નથી ચારેબાજુ બાવળ છે જેથી વર્લ્ડ હેરિટેજ સાઇટ સમાન આ મંદિરના અવશેષ (Kotay Sun Temple of Kutch )નામશેષ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના કારણે કચ્છનો ભવ્ય ઇતિહાસ આજે ભૂંસાઈ રહ્યો છે. જો પુરાતત્વ વિભાગ યોગ્ય રીતે જાળવણી કરે Appeal to the Archaeological Survey of Indiaતો અહીં પણ પ્રવાસનનો વિકાસ (Appeal to Archaeological Department for maintenance of Kutch Sun Temple ) શક્ય છે.
આ પણ વાંચોઃ ગુજરાતના કચ્છમાં મળ્યો એવો પદાર્થ કે જેને જોતા નાસા પણ ચોંકી ગયું, વૈજ્ઞાનિકો કરશે તપાસ
સૂર્ય મંદિરની આસપાસ રસ્તો બનાવવા તથા સ્વચ્છતા જાળવવા કરાઈ અપીલ
કચ્છ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ શંભુભાઈ જોશીએ જણાવ્યું કે આ રમણીય અને અલૌકિક સ્થળે (Kotay Sun Temple of Kutch )જવા માટે કોઈ રસ્તો જ નથી. જેથી તાત્કાલિક ધોરણે અહીં રસ્તો બનવો જોઈએ. તેમજ મંદિરની (Historical heritage of Kutch ) આસપાસ સફાઈ થવી જોઈએ અને મંદિરની જાળવણી માટે અહીં કમિટી બનાવવી જોઈએ. વખતો વખત રજૂઆતો છતાં ધ્યાને લેવામાં આવી નથી જે મુદ્દે ભાર મૂકી હવે ઘટતું કરવામાં આવે તે (Appeal to the Archaeological Survey of India ) જરૂરી છે.