કચ્છઃ જાગો ગ્રાહક જાગો, પોતાના હકક માટે લડી લેતા ગ્રાહકો હકકો અને સુરક્ષાની માહિતગાર હોય છે. તેમ છતાં પણ હજારો લાકો બજારમાં ગ્રાહક તરીકે રાજા હોવા છતાં અન્યાયનો ભોગ બનતા હોય છે.
ભૂજના બહુમાળી ભવન અને વિકાસ સત્તા મંડળના પરીસર વચ્ચે આવેલા કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કચેરીની સતાવાર માહિતી મુજબ 1993થી ફોરમ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 7044 જાગૃત ગ્રાહકોએ પોતાના હકક માટે લડાઈ લડી છે. જેમાં સૌથી વધુ કેસ વિમા કંપની અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા હોવાનુ જણાય છે. જો કે, ફોરમ ગ્રાહકોના હકકમાં કરેલી કાર્યવાહીમાં 6155 કેસનો નિકાલ પણ કરી દેવાયો છે.
કચેરી સચીવ એસ. બી ઠકકરના જણાવ્યા પ્રમાણે તકરાર અને હકક માટે આ કચેરી સુધી પહોંચતા મોટાભાગના લોકોને ન્યાય મળે છે. ખાસ કરીને મેડિકલેમ, વિ્મા અને રિયલ એસ્ટેટ સાથેના તકરાર કેસની સંખ્યા સૌથી વધુ છે. કચ્છમા રાજયનું સૌથી વધુ ટ્રાન્સપોર્ટેશન ઉગોગ ફુલ્યો ફાલ્યો છે. તેથી અકસ્માત બાદ વિમાના મુદ્દે થતી તકરારના કેસો થાય છે. જયારે જમીન પણ વધુ પ્રમાણમાં હોવાથી મકાન અને પ્લોટ યોજનાઓમાં પણ લોકો સાથે અન્યાય થાય છે તેના કિસ્સાઓ અને કેસ વધુ છે. આવા કિસ્સામાઓમા મોટાભાગે ફોરમ ન્યાયિક આદેશ કરે છે. કેટલાક કિસ્સામાં રાજય કમિશનને અપીલ થાય છે. જો કે, મોટાભાગે તમામ કિસ્સા સ્થાનિક કક્ષાએ થી જ ઉકેલાઈ જાય છે.
કચ્છમાં વર્ષ 2018માં 774 કેસ પડતર હતા. જેમાં 319 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 235 કેસનો નિકાલ થઈ ગયો છે. વર્ષ 2019ના પ્રારંભે 889 કેસ પડતર હતા. જેમાંથી 350 નવા કેસનો ઉમેરો થયો હતો. ડિસેમ્બર 2019 સુધીમાં 332 કેસનો નિકાલ કરી દેવાયો છે. કચ્છ જિલ્લાના 641 કેસ પડતર છે અને તેના પર પ્રકિયા ચાલી રહી છે. વર્ષ 2020ના નવા કેસ સહિત કુલ મળીને 876 કેસ પડતર છે.
કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના સભ્ય જયશ્રીબેને મકવાણાએ જણાવ્યું હતું કે, હાલે કચ્છમાં 20 લાખ સુધીની રકમના કેસ જિલ્લા સ્તરે નોંધાયા હતા. પણ હવે સરકારે રૂપિયા. એક કરોડ સુધીના તકરારના કેસો સ્વીકારવાની મંજુરી આપી છે. આમ ગ્રાહકો માટે જિલ્લા સ્તરે સુવિધા વધી રહી છે. રૂપિયા 5 લાખ સુધીની કેસમાં સરકારે ફરિયાદ પાસેથી કોઈ જ ફી પણ રાખી નથી.