ETV Bharat / state

ભુજમાં કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન, શાસકોની સદ્ધબુદ્ધિ માટે કરાઇ પ્રાર્થના

કચ્છના પાટનગર ભુજ શહેરમાં ભારે વરસાદને પગલે ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રાહદારીઓ, વાહનચાલકો સૌ કોઈ આ ખાડાઓની સમસ્યાને પગલે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. બુધવારે નગર પાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ ખાડાઓનું પૂજન કરીને ભાજપના શાસકોને સદ્ધબુદ્ધિ મળે અને ખાડા નગરી બનેલી શહેરની આ સમસ્યામાંથી તેઓ નાગરિકોને મુક્ત કરાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

author img

By

Published : Sep 2, 2020, 1:42 PM IST

Updated : Sep 2, 2020, 5:32 PM IST

કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન
કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન

ભુજ: જિલ્લા નગરપાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના નગરસેવકો અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા શહેરના પોસ્ટ ઓફિસ પાસે આવેલા એક મોટા ખાડાનું પૂજન કરીને તેની પ્રદક્ષિણા કરી ભગવાન સમક્ષ ખાડા નગરીમાંથી શહેરીજનોને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી શાસકોને સદ્ધબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

ખાડા પૂજન
કોંગ્રેસે જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી ભુજ શહેરમાં ભાજપના શાસકો શાસન ભોગવી રહ્યા છે, પરંતુ દર વર્ષે આ ખાડાઓની સમસ્યાનો સામનો લોકોને કરવો પડતો હોય છે. ભુજ શહેરના હમીરસર તળાવને વધાવવા માટે ચાર વખત ધુનારાજા ડેમ ખોલીને પણ પાણી મેળવનારા શાસકો લોકોની સમસ્યાઓને સમજતા નથી અને લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે શાસકોને સદ્બુદ્ધિ મળે અને આ ખાડાઓની સમસ્યામાંથી પ્રજા મુક્ત થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Last Updated : Sep 2, 2020, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.