ETV Bharat / state

નિમાબેન આચાર્ય દ્વારા કન્યાપૂજન કરવામાં આવ્યું, નવરાત્રિ પરંપરાનું મહાત્મ્ય - નવરાત્રિ પરંપરાનું મહાત્મ્ય

આસો નવરાત્રિમાં ભકતજનો દ્વારા માતાજીની જુદી જુદી રીતે આરાધના ( Navratri tradition ) કરવામાં આવે છે. જેમાં કન્યાપૂજન પરંપરા પણ જોવા મળે છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યે ( Gujarat Assembly Speaker Nimaben Acharya ) પોતાના ઘેર 11 કન્યાઓનું પૂજન (Kanya Pujan by Nimaben Acharya in Bhuj ) કર્યું હતું.

નિમાબેન આચાર્ય દ્વારા કન્યાપૂજન કરવામાં આવ્યું, નવરાત્રિ પરંપરાનું મહાત્મ્ય

author img

By

Published : Sep 26, 2022, 6:20 PM IST

Updated : Sep 27, 2022, 2:32 PM IST

ભુજ આસો નવરાત્રિના નવલાં નોરતાનો આજે પ્રારંભ થયો છે. ત્યારે આ નોરતાં ( Navratri 2022 ) દરમિયાન ભકતજનો દ્વારા માતાજીની જુદી જુદી રીતે આરાધના ( Navratri tradition ) કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય (Gujarat Assembly Speaker Nimaben Acharya ) દ્વારા ભુજ ખાતેના નિવાસસ્થાને 10 વર્ષથી નાની 11 કન્યાઓનું કે જે સાક્ષાત માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમનું પૂજન ( Kanya Pujan by Nimaben Acharya in Bhuj) કરવામાં આવ્યું હતું.

10 વર્ષથી નાની ઉંમરની 11 દીકરીઓનું પૂજન

નિમાબેન આચાર્ય દ્વારા કન્યાપૂજન કરવામાં આવ્યું નવરાત્રિમાં કન્યાપૂજન ડો.નિમાબેન આચાર્ય દ્વારા નવરાત્રિ ( Navratri 2022 ) શરૂ થતાં 10 વર્ષથી નાની ઉંમરની 11 દીકરીઓનું પૂજન (Kanya Pujan by Nimaben Acharya in Bhuj ) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ દીકરીઓને કંકુ ચોખાથી વધાવી અને આરતી કરવામાં આવી હતી. સાથે જ કન્યાઓ દ્વારા જવારાના બીજ રોપવામાં આવ્યાં હતાં. કન્યાઓનું પૂજન કર્યા બાદ દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું અને તેમને વિશેષ ઉપહાર ( Navratri tradition ) આપવામાં આવ્યા હતાં.

9 દિવસની મા જગદંબાની પૂજા કન્યાપૂજન વિના અધૂરી નવરાત્રિમાં ભક્તો પૂરા નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવરૂપોની પૂજા અર્ચના કરે છે. લોકો આ દરમિયાન વ્રત પણ રાખે છે. આમ તો નવરાત્રિ વર્ષમાં 4 મહિના આવે છે મહા, ચૈત્ર, અષાઢ અને આસો, આમાંથી ચૈત્ર મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિનુ ખૂબ મહત્વ હોય છે. ચૈત્ર મહિનાની નવરાત્રિને મોટી નવરાત્રિ પણ કહેવામાં આવે છે અને આસો મહિનાની નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. કહેવાય છે કે 9 દિવસની આ પૂજા કન્યા પૂજન ( Navratri tradition ) વિના અધૂરી રહે છે માટે દર નવરાત્રિમાં કન્યા પૂજન કરવુ ખૂબ જરૂરી છે. નવરાત્રિ પરંપરાનું મહાત્મ્ય છે કે પૂજામાં 2થી 10 વર્ષની નાની કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. તેમના પગ ધોવામાં આવે છે. સાથે જ તેમને તિલક પણ લગાવવામાં આવે છે. આ કન્યાઓને દેવીનુ રૂપ માનવામાં આવે છે.

પ્રગતિની પ્રાર્થના નવરાત્રિ એ શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ છે અને નવરાત્રિનો તહેવાર ( Navratri 2022 ) હંમેશા ખૂબ સારી રીતે દરેક લોકો ઉજવતા હોય છે. આપણે જેમને નવદુર્ગા કહીએ છીએ એમાંનું એક સ્વરૂપ શૈલપુત્રીની આજે પૂજા કરવામાં આવે છે. જેમાં મા જગદંબાની અને એમાં ખાસ કરીને કન્યાઓનું પૂજન ( Navratri tradition ) કરવામાં આવે છે. કન્યાઓની પૂજા કરીને તેમને ભોજન કરાવવામાં આવે છે. આજે સૌની સાથે રહીને ડૉ.નિમાબેન આચાર્ય દ્વારા કન્યા પૂજન (Kanya Pujan by Nimaben Acharya in Bhuj ) કરવામાં આવ્યું હતું અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવી હતી કે આવનારો વર્ષ ખૂબ સારું રહે, મા દુર્ગા તમામની મનોકામના પૂરી કરે અને સૌ લોકો પ્રગતિ કરે, સ્વસ્થ રહે, દીર્ઘાયુ પ્રાપ્ત કરે, આરોગ્યપ્રદ રહે એવા ભાવ સાથે મા દુર્ગાને પ્રાર્થના કરવામાં આવી હતી.

Last Updated : Sep 27, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.