પ્રાપ્ત વિગત અનુસાર,માર્ચ માસની અંતિમ દિનઆ માલ-સામાન હેરફેરનો આંકડો 115.40 મિ. મે. ટને પહોંચતાં લક્ષ્યાંક સિદ્ધ થયો હતો. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ડીપીટીએ પોતાના હેન્ડલિંગના આંકડામાં 4.82 ટકા જેવો વૃદ્ધિદર મેળવ્યો હતો. પ્રસાશને તમામ અધિકારી- કર્મચારીઓને અભિનંદન આપવા સાથે બંદરના વપરાશકારો, આયાત-નિકાસ-કારોનો આ સિદ્ધિ મેળવવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
સત્તાવારમાહિતી પ્રમાણે, વર્ષ 2018-19 દરમ્યાન દીનદયાલ બંદરે કુલ્લ આયાત 847.69 લાખ ટન, જ્યારે નિકાસ 301.25 લાખ ટન થઈ હતી. કન્ટેનર મૂવમેન્ટનો આંક 5.07 લાખ ટનનો રહ્યો હતો. આમ, કુલ્લે 1154.02 લાખ ટન, એટલે કે 115.40 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ થયો હતો. ડીપીટી હસ્તક કંડલા અને વાડીનાર એમ બે બંદર હોવાથી આ સિદ્ધિમાં કંડલાનો ડ્રાય કાર્ગો 460.66 લાખ ટન, પ્રવાહી કાર્ગો 145.96 લાખ ટન, વાડીનારનો પ્રવાહી કાર્ગો 542.34 લાખ ટન રહ્યો હતો. આયાત-નિકાસમાં પીઓએલ ક્રૂડ, પીઓએલ પ્રોડક્ટ્સ, ઓર, થર્મલ કોલ, મીઠું, સિલિકા, મશીનરી, આયર્ન અને સ્ટીલ, ખાંડ, કન્ટેનર વગેરેનો સમાવેશ થાય છે.