ETV Bharat / state

Kutch Crime: જખૌના કોસ્ટ ગાર્ડના સ્ટેશન ઓફિસરને 550 કરોડ હેરોઈન કબ્જે કરવાની કામગીરી બદલ એવોર્ડ એનાયત

ભારતીય કોસ્ટ ગાર્ડના કચ્છના જખૌ ખાતેના સ્ટેશન ઓફિસરને FICCI CASSADE ANTI-COUNTERFEITING & ANTI-SMUGGLING AWARD એનાયત કરવામાં આવ્યો છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર અને દરિયાઈ સીમામાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવા માટે છેલ્લા 4 વર્ષથી મહત્વની ભૂમિકા ભજવી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 3:32 PM IST

કચ્છના જખૌના કોસ્ટ ગાર્ડના સ્ટેશન ઓફિસરને 550 કરોડ હેરોઇન કબ્જે કરવાની કામગીરી બદલ FICCI CASSADE ANTI-COUNTERFEITING & ANTI-SMUGGLING AWARD એનાયત કરવામાં આવ્યો

કચ્છ: સરહદી જિલ્લા કચ્છની સરહદ માંથી તેમજ દરિયાઈ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો, ઘૂસણખોરો તેમજ વિસ્ફોટક પદાર્થ મળી આવતા હોય છે. ત્યારે ખાસ કરીને કચ્છની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરીને મોટા પાયે કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપી પાડવામાં આવતું હોય છે. તો ક્યારેક ઇનપુટના આધારે પાકિસ્તાની ઘૂસણખોર પણ ઝડપી પાડવામાં આવતા હોય છે. જેમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાત એટીએસ અને બીએસએફના સંયુક્ત ઓપરેશન થકી અનેકવાર સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે.

"દેશ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠાના ભાગરૂપે તેઓ વર્ષ 2020થી કચ્છના જખૌ ખાતેના કોસ્ટગાર્ડ સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને ગુજરાત એટીએસ , ભારતીય સીમા સુરક્ષા દળ, ભારતીય તટરક્ષક દળ એકમો સાથે વિવિધ ઓપરેશન હાથ ધર્યા હતા અને વ્યાપક પ્રમાણમાં નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કર્યો હતો." --સંદીપ સફાયા ( જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશન સ્ટેશન ઓફિસર)

નોંધનીય કામગરી: કચ્છના અબડાસા તાલુકાના જખૌ બંદર પાસે આવેલ ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશનના સ્ટેશન કમાન્ડર સંદીપ સફાયાની 2020માં અહીઁ પોસ્ટિંગ કરવામાં આવી હતી. ત્યારથી તેમને એન્ટી-એકાઉન્ટ ફીટીંગ અને એન્ટી-સ્મગલિંગ માટે નોંધનીય કામગીરી કરી છે. જેના માટે તેમને 29 સપ્ટેમ્બર 2023 ના રોજ દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં FICCI કાસ્કેડ એન્ટી-એકાઉન્ટ ફીટીંગ અને એન્ટી-સ્મગલિંગ એવોર્ડ મળ્યો છે. જેમાં તેમની નોંધનીય કામગીરીમાં વર્ષ 2022-23 માં 550 કરોડની કિંમતનું નાર્કોટિક્સ નો જથ્થો રિકવર કરવાનું કાર્ય મુખ્ય રહ્યું હતું.

નિષ્ફળ બનાવવા માટે કાર્યરત: ICG રિજનલ હેડક્વાર્ટર નોર્થ વેસ્ટ હેઠળ ફ્રન્ટિયર કોસ્ટ ગાર્ડ સ્ટેશન જખૌના નેતૃત્વ કરી રહેલા અધિકારી સંદીપ સફાયાએ ICG યુનિટ્સ સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને અનેક વખત સફળ ઓપરેશન કર્યા છે. ભારતીય સરહદ પારથી થતી નાપાક પ્રવૃત્તિઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવા માટે સ્ટેશન ઓફિસર વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી અને સફળતા પ્રાપ્ત કરી હતી.

જથ્થો જપ્ત કર્યો: ઉલ્લેખનીય છે કે સંદીપ સફાયા ના નેતૃત્વ હેઠળ 13 સપ્ટેમ્બર 2022 ના રોજ 1 કિલોના એવા 39 પેકેટનો કુલ 39 કિલો હેરોઈનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જેની કિંમત 200 કરોડ આંકવામાં આવી હતી. તો ત્યાર બાદ 8 ઓક્ટોબર 2022 ના રોજ 1 કિલોના એવા 50 પેકેટનો કુલ 50 કિલો હેરોઈનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 350 કરોડ જેટલી હતી.આ કામગીરી બદલ હાલમાં તેમને FICCI CASSADE ANTI-COUNTERFEITING & ANTI-SMUGGLING AWARD એનાયત કરવામાં આવ્યો છે.

  1. Kutch Sarhad Dairy : સરહદ ડેરીની 14 મી વાર્ષિક સામાન્ય સભા મળી, ટૂંક સમયમાં શરૂ થશે મધ ક્રાંતિ
  2. Kutch Flamingo Tourism : ખડીરબેટમાં જોવા મળ્યા હજારો ફલેમિંગો, વિકસાવી શકાય છે 'ફ્લેમિંગો ટૂરિઝમ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.