ETV Bharat / state

કચ્છ જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં થયો વધારો,જાણો કેટલો

કચ્છ જિલ્લામાં જૂન મહિનાના મધ્યથી જ ખરીફ પાકનું વાવેતર શરૂ થઈ જતું હોય છે, કચ્છમાં આ વર્ષે 156 ટકા જેટલો વરસાદ નોંધાતા છેલ્લા ત્રણ વર્ષની સરેરાશથી પણ વધારે ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર 6,07,458 જેટલું થાય છે, તે સામે અત્યાર સુધી 6,45,902 હેકટરમાં વાવેતર થતાં 38444 હેકટરનું વાવેતર વધ્યું છે. Increase in planting of kharif crops in Kutch, Sowing of Kharif crops

કચ્છ જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં થયો વધારો,જાણો કેટલો
કચ્છ જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં થયો વધારો,જાણો કેટલો
author img

By

Published : Sep 6, 2022, 2:26 PM IST

ન્યુઝ ડેસ્ક કચ્છ જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 10 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાતા જગતના તાત એવા ખેડૂતોએ ખરીફ પાકની વાવણી (Sowing of Kharif crops) કરી છે. કચ્છ જિલ્લામાં મોટાભાગની ખેતી વરસાદ આધારીત છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએથી મળતી માહિતી મુજબ જિલ્લામાં 30 ઓગસ્ટ સુધી વાવેતર થયું હતું. ચાલું વર્ષે 38,444 હેકટરમાં ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે.

કચ્છ જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં થયો વધારો,જાણો કેટલો

કચ્છ જિલ્લામાં કેટલી જમીન ખેતીલાયક કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે ખરીફ પાકોનું વાવેતર વધારે થતું હોય છે, ગત વર્ષે સારા વરસાદના લીધે કચ્છમાં મોટા પ્રમાણમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં 7.53 લાખ હેક્ટર જેટલી જમીન ખેતીલાયક જમીન છે. ગત ત્રણ વર્ષની સરેરાશ વાવેતરની વાત કરવામાં આવે તો 6,07,458 હેક્ટરમાં વાવેતર કરવામાં આવતું હોય છે. ચાલું વર્ષે અત્યાર સુધીમાં 6,45,902 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

ક્યા પાકની કેટલી ફૂટ અને વૃદ્ધિ જિલ્લામાં કપાસ, મગફળી અને દિવેલાની અવસ્થા સારી જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ etv bharat સાથેની રૂબરૂ મુલાકાત દરમિયાન માહિતી આપતાં જણાવ્યું હતું કે,જિલ્લામાં કપાસ, મગફળી અને દિવેલની ફૂટ અને વૃદ્ધિની અવસ્થા સારી છે. આ પાકના છેલ્લા પખવાડિયામાં વધેલા વાવણી વિસ્તારની વિગતો જોઇએ તો કપાસ કપિત અને બિન કપિત મળી 66,442 હેકટર હતું, તે વધીને 67,547 હેકટરે પહોંચ્યું, તો મગફળીનું 60,681થી વધીને 65,001 થયું અને દિવેલનું 1,15,281 હેકટરથી 15 દિવસમાં વધીને 1,90,503 હેકટર થયું છે.

આ પાકોનું બિલકુલ વાવેતર નહીં કચ્છ જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી કચેરીએથી મળતી માહિતી મુજબ સંભવત ખરીફ પાકનું વાવેતર વધે તેવી સંભાવના રહેતી નથી.વરસાદી પાણીનો ભરાવો અને ખેતરોમાં અતિશય ભીની માટીને કારણે પાછોતરી વાવણી કરવામાં આવી હતી. આ વર્ષે જિલ્લામાં જુવાર, મકાઈ,અન્ય ધાન્ય, સોયાબીન અને તેલીબીયા અને તમાકુનું બિલકુલ વાવેતર કરવામાં નથી આવ્યું.

હેક્ટરમાં કપાસનું કુલ વાવેતર જિલ્લામાં તુવેરના વાવેતરની વાત કરવામાં આવે તો માત્ર ભુજમાં 70 હેક્ટરમાં અને મુન્દ્રામાં 15 હેક્ટરમાં જ થયું છે.અડદનું વાવેતર ભચાઉ તાલુકામાં 670 હેક્ટર, રાપરમાં 70 હેકટર અને ભુજમાં 6 હેક્ટર પૂરતું મર્યાદિત જ થયું છે.વાલનું વાવેતર પણ નખત્રાણા તાલુકામાં 250 હેક્ટરમાં અને ભુજમાં 5 હેક્ટરમાં વાવેતર થયું છે. 67,547 હેક્ટરમાં કપાસનું કુલ વાવેતર કરાયું છે તે પૈકી પિયતમાં 64,682 અને બિનપિયતમાં 2865 હેક્ટરમાં વાવેતર થયું છે.

બાજરીનું વાવેતર નહિવત ભુજ તાલુકામાં 40 હેક્ટરમાં તો નખત્રાણા તાલુકામાં 20 હેક્ટરમાં જ શક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે. મીંઢિયાવળનું વાવેતર ભચાઉમાં 600 હેક્ટરમાં તો અંજાર અને રાપરમાં 100-100 હેક્ટરમાં થયું છે. કચ્છમાં ખરીફ પાકના ખેતીવાડી ખાતાના રિપોર્ટ મુજબ વાવેતર વિસ્તાર હેક્ટર મુજબ જોઈએ તો બાજરીનું વાવેતર 19655 હેક્ટરમાં થયું છે. પરંતુ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં બાજરીની વાવણી કરવામાં નથી આવી.

તાલુકાઓમાં જુદાં જુદાં પાકોનું હેકટરમાં વાવેતર જિલ્લાના 10 તાલુકાઓમાં 40,876 હેક્ટરમાં મગનું વાવેતર કરવામાં આવ્યું છે. અબડાસા, અંજાર, ભુજ લખપત, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા તાલુકા સિવાયના તાલુકાઓમાં 4160 હેક્ટરમાં મઠનું વાવેતર કરવામાં આવ્યું છે. ગાંધીધામમાં મગફળીનું વાવેતર કરવામાં નથી આવ્યું, જ્યારે અન્ય 9 તાલુકામાં 65001 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. 34,897હેકટરમાં તલનું,1,90,503 હેક્ટરમાં દિવેલાનું, 71,987 હેકટરમાં ગુવારનું તો લખપત સિવાયના અન્ય 9 તાલુકામાં મળીને કુલ 8449 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે 1,40,781 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.