ETV Bharat / state

ST બસે ત્રણ લોકોને કચડ્યા, CCTV આવ્યા સામે - st bus accident

કચ્છમાં ST બસ દ્વારા અકસ્માત સર્જાતા અરેરાટી (Accident ST Bus Case in Kutch) ફેલાઈ ગઈ હતી. જેમાં 3 લોકોના મૃત્યુ નિપજયા હતા. ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને તપાસ ચાલુ કરી છે. Accident rate in Gujarat

ST બસે ત્રણ લોકોને કચડ્યા, CCTV આવ્યા સામે

author img

By

Published : Sep 6, 2022, 9:41 AM IST

Updated : Sep 6, 2022, 9:59 AM IST

કચ્છ 31મી ઓગસ્ટના રોજ ભુજના કુકમા ગામે બપોરના સમયે ST બસ દ્વારા અકસ્માત (Accident ST Bus Case in Kutch) સર્જાતા ચકચાર મચી ગઈ છે. ST બસ દ્વારા એક સાથે અનેક વાહનો અને લોકોને અડફેટે લેવાની દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં એકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 9 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તે પૈકીના બે લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં કુલ 3 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માત સમયનો CCTV વિડિયો સામે આવ્યો છે.

કુકમામાં થયેલા અકસ્માતનો CCTV વિડીયો આવ્યો સામે

વાહનોનો પણ કચ્ચરઘાણ બહાર આવેલા CCTV વીડિયોમાં જોઇ શકાય છે કે ST બસ દ્વારા કંઈ રીતે અનેક વાહનો અને લોકોને અડફેટે લેવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં (st bus accident) બાઈકસવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. વીડિયોમાં પૂરપાટે આવી રહેલી ST બસ જોઈ શકાય છે તેમજ 3 મૃત્યુ સાથે વચ્ચે આવેલા વાહનોનો પણ કચ્ચરઘાણ વળી ગયો (road accident in kutch) હતો.

અકસ્માત
અકસ્માત

ત્રણ લોકોના મૃત્યુ કુકમા ગામે બસ સ્ટેશન વિસ્તારમાં ST બસની ટક્કરે બાઈક પર જઈ રહેલા અંજારના ખંભરા ગામના મણિલાલ મહેશ્વરીનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગઢશીશા ઇજાગ્રસ્ત યુવક આરીફ કાસમ ખલીફા એ જ (Accident at Kukma village) દિવસે મોદી સાંજે દમ તોડી દીધો હતો. 1લી સપ્ટેમ્બરની સવારે સા૨વા૨ દરમિયાન કુકમા ગામના બિપીન જેન્તીલાલ પ૨મારે બેહોશીની હાલતમાં લેવા પટેલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

ST
ST

પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી પધ્ધર પોલીસ સ્ટેશનના (Kutch police ) PSI વી.બી. ઝાલાએ જણાવ્યું હતું કે, અન્ય ઈજાગ્રસ્ત લોકો હાલ સારવાર પર છે. એક્સિડેન્ટ સર્જનાર ભાણવડના બસચાલક કલ્પેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરે જણાવ્યું કે બ્રેક નહીં લાગતાં એક્સિડેન્ટ સર્જાયો હતો. જોકે, બસની મિકેનીકલ તપાસમાં બ્રેક બરાબર કામ કરતી હોવાનું ST વિભાગે જ જાહેર કર્યું છે. આરોપીએ ગભરાટમાં આવીને બ્રેકના બદલે ભૂલથી એક્સિલરેટર પર પગ દબાવી દેતા દુર્ઘટના સર્જાઈ હોવાનું પોલીસ માની રહી છે. આરોપી એક વર્ષ અગાઉ ડ્રાઇવર તરીકે નોકરી પર લાગ્યો હતો. ત્યારે આ અકસ્માતને (st bus accident ) લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. Kutch accident Death.

Last Updated : Sep 6, 2022, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.