ETV Bharat / state

કચ્છમાં લગ્નપ્રસંગમાં 100થી વધુ લોકોને ભેગા કરતા લગ્નના આયોજક સામે ગુનો નોંધાયો

વર્તમાન કોરોનાની સ્થિતિના કારણે રાજ્ય સરકારે લગ્નપ્રસંગ માટે કેટલાક નિયમો બનાવ્યા છેે, પરંતુ કેટલાક લોકો આ નિયમોને ઘોળીને પી જાય છે તેવું લાગી રહ્યું છે. કચ્છમાં સુખપર-માનકુવા પાસે આવેલા વૃંદાવન રિસોર્ટમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જોકે, જાહેરનામાનો ભંગ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એટલે પોલીસે રિસોર્ટ પર પહોંચી રિસોર્ટના મેનેજર અને લગ્નનું આયોજન કરનારા બંને સામે ગુનો નોંધ્યો હતો.

કચ્છમાં લગ્નપ્રસંગમાં 100થી વધુ લોકોને ભેગા કરતા લગ્નના આયોજક સામે ગુનો નોંધાયો
કચ્છમાં લગ્નપ્રસંગમાં 100થી વધુ લોકોને ભેગા કરતા લગ્નના આયોજક સામે ગુનો નોંધાયો
author img

By

Published : May 22, 2021, 9:44 AM IST

  • સુખપર-માનકુવા પાસે આવેલા વૃંદાવન રિસોર્ટમાં કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડ્યા
  • રિસોર્ટમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં 100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા
  • પોલીસે વૃંદાવન રિસોર્ટના મેનેજર અને લગ્નનું આયોજન કરનારા સામે ગુનો નોંધ્યો હતો

કચ્છઃ માનકુવા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સુખપર-માનકુવા વચ્ચે આવેલ વૃંદાવન રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. અહીં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. એટલે કે કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામાના ધજાગરા ઉડ્યા હતા. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત દેખાયા હતા. કલેકટર જાહેરનામાના ભંગ થયેલ હોઇ પોલીસે રીસોર્ટના મેનેજર તથા લગ્નનું આયોજન કરનાર સામે ગુનો નોંધ્યો હતો. એક તરફ લૉકડાઉન અને અનલૉકની પ્રક્રિયા તથા કોરોનાના કેસ વધ-ધટ થઈ રહ્યા છે, પરંતુ તે વચ્ચે કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન ન થાય તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક તથા સોસીયલ ડિસ્ટન્ટનુ ભંગ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો- ભાવનગરમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ગાઇડલાઇનના ધજાગરા

માનકુવા પોલીસે વધુ એક લગ્ન આયોજક સામે કાર્યવાહી કરી

માનકુવા પોલીસે વધુ એક લગ્ન આયોજક સામે કાર્યવાહી કરી છે અને સુખપર નજીકના રિસોર્ટમાં ચાલતા લગ્ન આયોજક સામે ફરિયાદ નોંધી છે. માનકુવા પોલીસે બાતમીના આધારે વૃંદાવન રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. અહીં કલેક્ટરના જાહેરનામાના ભંગ થતો હોવાથી વૃંદાવન રિસોર્ટના મેનેજર કિશોર વેલજી હિરાણી તથા લગ્નનું આયોજન કરનાર લાલજી વિશ્રામભાઈ કેરાઈ સામે માનકુવા પોલીસમથકે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો- પોરબંદરમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 33 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

માનકુવા પોલીસે આ પહેલા દાંડિયા રાસના કાર્યક્રમ અંગે કાર્યવાહી કરી હતી

આ પહેલા પણ માનકુવા પોલીસે સામત્રા ગામે આયોજિત એક દાંડીયા રાસના કાર્યક્રમ પર કાર્યવાહી કરી હતી અને નિયમ કરતા વધુ લોકો એકત્ર થતા અનીલપુરી રમેશપુરી ગોસ્વામી સામે કાર્યવાહી કરી હતી અને ડી.જે સિસ્ટમના તાલે આયોજિત દાંડીયા રાસમાં કાર્યવાહી કરી હતી.

પોલીસ દ્વારા ખાનગી કાર્યક્રમો પર ચાંપતી નજર

કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે લૉકડાઉન સાથે ધાર્મિક, સામાજિક કાર્યક્રમો પર સરકારે નિયમો બનાવ્યા છે, પરંતુ છંતા નિયમોનો ભંગ થતો હોવાથી હવે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જાહેર માર્ગો અને સ્થળો પર માસ્ક ન પહેરી સોશિયલ ડિસ્ટન્ટટીંગનો ભંગ કરનાર સામે તો પોલીસ કાર્યવાહી કરી જ રહી છે, પરંતુ હવે ખાનગી સ્થળે આયોજિત આવા કાર્યક્રમો પર પણ પોલીસની ચાંપતી નજર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.