ETV Bharat / state

કચ્છમાં બુધવારે એક કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા જિલ્લો કોરોનામુક્ત બન્યો - કોરોના પોઝિટિવ દર્દી

દરિયાકિનારે આવેલા કચ્છ જિલ્લા માટે એક સારા સમાચાર આવ્યા છે. કારણ કે, કચ્છ જિલ્લો હવે કોરોનામુક્ત (corona-free) બન્યો છે. જિલ્લામાં બુધવારે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. જ્યારે બુધવારે એક કોરોના પોઝિટિવ દર્દી પણ સાજો થઈ જતા આખરે જિલ્લો કોરોનામુક્ત (corona-free) થયો છે.

કચ્છમાં બુધવારે એક કોરોના પોઝિટિવ દર્દી સાજા થતા જિલ્લો કોરોનામુક્ત બન્યો

author img

By

Published : Aug 12, 2021, 1:23 PM IST

  • કચ્છ જિલ્લાના લોકો માટે સારા સમાચાર આવ્યા
  • બુધવારે કચ્છ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ (Corona Case) નથી નોંધાયો
  • કોરોના પોઝિટિવ (Corona Positive) એક દર્દી સાજા થતા સમગ્ર જિલ્લો કોરોનામુક્ત (corona-free)

કચ્છઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ ખૂબ જ ઓછા નોંધાઈ રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તો કોરોનાના એક પણ કેસ નથી નોંધાઈ રહ્યા. ત્યારે કચ્છ જિલ્લા માટે એક સારા સમાચાર આવ્યા છે. કારણ કે, જિલ્લામાં બુધવારે કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. તો બુધવારે એકમાત્ર કોરોના પોઝિટિવ કેસનો દર્દી પણ સાજો થતા તેને રજા આપવામાં આવી હતી, જેની સાથે કચ્છ જિલ્લો કોરોનામુક્ત (corona-free) બન્યો છે.
આ પણ વાંચો- કર્ણાટકમાં શરૂ થઇ ત્રીજી લહેર! 5 દિવસમાં 242 બાળકો સંક્રમિત

જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાનો એક પણ કેસ નહીં

બુધવારે જિલ્લામાં એક માત્ર કોરોના પોઝિટિવ (Corona Positive) દર્દીને પણ રજા આપી દેવાતા સમગ્ર જિલ્લો હવે કોરોનામુક્ત બન્યો છે. જિલ્લામાં છેલ્લા દોઢેક વર્ષથી અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવ (Corona Positive) ના કુલ 12,597 જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત સરકારી ચોપડે કુલ 282 જેટલા લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો કચ્છમાં કુલ 12,485 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.

આ પણ વાંચો- Corona Update: દેશમાં કોવિડ-19ના 41,195 નવા કેસ, 490 લોકોની મોત

લોકો સાવધાની રાખશે તો એક પણ કેસ નહીં નોંધાય

લાંબા સમય બાદ જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયો નથી. તો જિલ્લામાં કોરોનાનો એક દર્દી સારવાર હેઠળ હતો. જોકે, બુધવારે તે પણ સાજો થઈ જવાથી સમગ્ર જિલ્લો કોરોનામુક્ત (Corona free) થવામાં સફળ રહ્યો હતો. હવે જિલ્લાના લોકો વધુ સાવધાની રાખશે તો આગામી સમયમાં પણ કોરોનાનો એક પણ કેસ નહીં નોંંધાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.