- 23 ગાયોને મકાઇના ચારાની ઝેરી અસર થતાં મોતને ભેટી
- હરતા ફરતા પશુદવાખાનાની ટીમ દ્વારા અન્ય ગાયોની સારવાર કરવામાં આવી
- મકાઇના પાકમાં યુરીયા ખાતર હોય છે જો તેને પાણી ન મળે તો ઝેર ફેલાય
કચ્છ: દહિંસરા ગામના એક ખેતરમાં મકાઇની ખેતી કરવામાં આવી હતી, મકાઇના પાકમાં યુરીયા ખાતર નાખ્યા બાદ પાણી નહીં મળવાથી ચારો ઝેરી બની જાય છે. ગાયોનો ઘણ પરત ગામમાં આવી રહ્યો હતો ત્યારે ધણમાંથી 50 જેટલી ગાયોએ આ ચારો આરોગ્યો હતો. ગામમાં પહોંચતા પહેલા જ ગાયો એક પછી એક જમીન પર ઢળવા લાગી હતી. માલધારીઓ તાત્કાલિક હરતા ફરતા પશુ દવાખાનાનો સંપર્ક કર્યો હતો. જેથી પશુ દવાખાનાની ટીમના ગાયોની સારવાર શરૂ કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠાની ગૌરવ સમાન કાંકરેજી ગાયના દૂધ પ્રત્યે ઉદાસીન વલણ
23 ગાયો મોતને ભેટી
આ સમગ્ર ઘટનામાં 23 ગાયો મોતને ભેટી ગઇ હતી અને બાકીની 37 ગાયોની સારવાર શરૂ કરવામાં આવી હતી. ધણમાં ગયેલી 150 ગાયોમાંથી માત્ર 50 ગાયો જ ચારો આરોગ્યો હતો.ગાયોનું ધણ ગામમાં પરત આવી રહ્યું હતુ, ત્યારે એક ખેતરમાં મકાઇનો પાક ઉભો હતો તેનો ચારો ગાયોએ આરોગ્યો હતો, મકાઇના પાકમાં યુરીયા ખાતર નાખ્યું હતો અને જો તેમાં પાણી આપવામાં ન આવે તો તેમાં ઝેર ફેલાય છે, માટે આ ચારોગાયો દ્વારા આરોગાયો હતો અને પરિણામે તેમનો મોત નીપજ્યુ હતું અને બાકીની ગાયોને પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી.