ભૂજ (કચ્છ): ભૂજમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન રેલી (Kshatriya Ekta Swabhiman Rally) સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પ્રવક્તા મૌલિક સિંહે ભાજપનાં પૂર્વ નેતા નુપૂર શર્મા મામલે નિવેદન (Nupur Sharma Controversial Statement) આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નુપૂર શર્મા અમારા બહેન છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમની સાથે છે. જો નુપૂર શર્માને (Threat of National Rajput Karni Sena) કંઈ પણ થશે તો આખો દેશ ભડકે બળશે.
નુપૂર શર્મા પર વિવાદાસ્પદ નિવેદનનો છે આક્ષેપ - દેશમાં અત્યારે નુપૂર શર્માની વિવાદિત ટિપ્પણીને લઈને ઠેરઠેર પણ વિરોધ (Nupur Sharma Controversial Statement) થઈ રહ્યો છે. 27 મેએ એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં નુપૂર શર્માએ એક સમુદાય વિશે વાંધાજનક નિવેદન આપ્યું હોવાનો તેમની પર આક્ષેપ હતો. આ સમગ્ર મામલે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. પૂરા દેશમાં વાયુવેગે ફેલાયો હતો અને વિરોધ પણ નોંધાયો હતો તો અનેક સમાજે નુપૂર શર્માને ટેકો પણ આપ્યો છે.
રાજપૂતનો પહેલો ધર્મ છે ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલનો ભુજમાં રવિવારે યોજાયેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંમેલનમાં સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજ શેખાવત ઉપરાંત મૌલિક સિંહ, દિલીપ પટેલ અને અજય સિંહે વક્તવ્ય આપ્યા હતા. અહીં પ્રવક્તા મૌલિક સિંહે જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં નૂપુર શર્માનો મામલો ગુંજી રહ્યો છે, હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે આપણે રાજપૂતના દીકરા છીએ. આપણો પહેલો (National Rajput Karni Sena supports Nupur Sharma) ધર્મ છે ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલનો.
આ પણ વાંચો - ગમે તે પોસ્ટ મૂકતા કે શેર કરતા પહેલા વિચારજો, પોલીસે શરૂ કર્યું છે આવું કામ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નૂપુર શર્માને સપોર્ટ કરે છે - મૌલિકસિંહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજ શેખાવતની મંજૂરી વગર મારા હકથી જણાવુું છું કે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નૂપુર શર્માને સપોર્ટ (National Rajput Karni Sena supports Nupur Sharma) કરે છે. કોઈ તેમને હાથ અડાડીને તો દેખાડે. નુપૂર શર્મા અમારા બહેન છે. તેમને હાથ લગાડનારાને ઘરમાં અંદર જઈને બહાર કાઢીશું. નુપૂર શર્માએ કંઈ ખોટું નથી કર્યું. તમારી જે ચોપડીમાં લખેલું છે એ જ તેમણે કહ્યું છે.
આ પણ વાંચો - નૂપુર શર્મા પર ટિપ્પણી કરવી આ યુવાનોને ભારે પડી, પોલીસે કરી કાર્યવાહી
નૂપુર શર્માને કંઈ થયું તો સમજી લેજો આખું ભારત ભડકે બળશે: મૌલિકસિંહ - મૌલિક સિંહે નિવદેનમાં વધુમાં જણાવ્યું હતું કે, નુપૂર શર્માનો હાથ તેમની પાર્ટીએ છોડી (Nupur Sharma Controversial Statement) દીધો છે પણ અમારો સમાજ તેમની સાથે છે. નૂપુર શર્માને કંઈ થયું તો સમજી લેજો આખું ભારત ભડકે બળશે અને ઘરમાં ઘૂસીને મારશું.