ETV Bharat / state

ભુજમાં કોરોના વોરિયર્સનું સન્માન, ભારતીય સેના માટે પોલીસ અને આરોગ્ય તંત્રના વોરિયર્સ બન્યા લાગણીશીલ - આર્મી મેડિકલ કોર્પ્સના મેજર સંદીપ

કોવિડ-19 મહામારીના સંક્રમણને અટકાવવા આગળની હરોળમાં દિવસ રાત જોયા વગર ઝઝૂમી રહેલા કોરોના યોદ્ધાઓનું આજે દેશની સશસ્ત્ર સેના દ્વારા સન્માન કરાયું હતું. ભારતીય હવાઈ દળ દ્વારા વિવિધ શહેરોમાં ફૂલવર્ષા કરીને આ યોદ્ધાઓને બિરદાવવામાં આવ્યા હતા, તો કયાંય સેનાના બેન્ડ દ્વારા સંગીતની સુરાવલીઓ વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું. ભુજમાં પણ ભુજ મિલીટરી સ્ટેશન દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

Honoring Corona Warriors in Bhuj
ભુજમાં કોરોના વોરિયર્સનું સન્માન
author img

By

Published : May 3, 2020, 5:14 PM IST

ભુજઃ કોવિડ-19 મહામારીના સંક્રમણને અટકાવવા આગળની હરોળમાં દિવસ રાત જોયા વગર ઝઝૂમી રહેલા કોરોના યોદ્ધાઓનું આજે દેશની સશસ્ત્ર સેના દ્વારા સન્માન કરાયું હતું. ભારતીય હવાઈ દળ દ્વારા વિવિધ શહેરોમાં ફૂલવર્ષા કરીને આ યોદ્ધાઓને બિરદાવવામાં આવ્યા હતા, તો કયાંય સેનાના બેન્ડ દ્વારા સંગીતની સુરાવલીઓ વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું. ભુજમાં પણ ભુજ આર્મી સ્ટેશન દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભુજમાં કોરોના વોરિયર્સનું સન્માન, ભારતીય સેના માટે પોલીસ અને આરોગ્ય તંત્રના વોરિયર્સ બન્યા લાગણીશીલ

ભુજ આર્મી સ્ટેશનના સ્ટાફ ઓફિસર લેફ.કર્નલ સનલકુમાર અને આર્મી મેડિકલ કોર્પ્સના મેજર સંદીપ દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલનાં તમામ ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતનાં કર્મચારીઓને તેમની આ એક યોદ્ધા તરીકેની કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હતાં. આર્મીના અધિકારીઓ દ્વારા કર્મવીર યોદ્ધાઓના આ ઉમદા કાર્યમાં મનોબળ જળવાઇ રહે તે માટે મિઠાઇની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડો.કશ્પય બુચ સહિત જી.કે.જનરલ હોસ્પિટલની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

Honoring Corona Warriors in Bhuj
ભુજમાં કોરોના વોરિયર્સનું સન્માન

આ તકે પોલીસ સેવાને પણ આ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. સરહદ રેંજના આઇ.જી સુભાષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સોનું સન્માન કરતા લેફ.કર્નલ સનલકુમારે જણાવ્યું હતું કે, દેશની 150 કરોડની આબાદીને કોરોના સંક્રમણથી બચાવવા માટે પોલીસ તંત્ર ખૂબ જ નિષ્ઠાથી કામ કરી રહ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ તોલંબીયાની મુલાકાત લઇને પોલીસનાં જવાનોની કામગીરીને બિરદાવામાં આવી હતી.

Honoring Corona Warriors in Bhuj
ભુજમાં કોરોના વોરિયર્સનું સન્માન

જિલ્લા વહીવટી તંત્રના પડદા પાછળનાં કર્મવીર યોદ્ધાઓનું પણ ભારતીય સેના દ્વારા આ તબકકે સન્માન કરવામાં આવ્યું હતું. લેફ. કર્નલ સનલકુમારે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ને મળીને વહીવટી તંત્રની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાણી અને ડીઝાસ્ટર શાખાના મામલતદારશ્રી પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.