ETV Bharat / state

કળાનો સુંદર શણગાર : ગોબરમાંથી બનાવેલી સુશોભિત વસ્તુઓએ જમાવ્યું આકર્ષણ - dung Products made

કચ્છમાં ઘર શણગાર માટે ગોબરમાંથી બનેલી (Diwali in Kutch) ચીજ વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું છે. ગોબરમાંથી દીવાઓ, વોલપીસ, પગલાં, તોરણ, ફેન્સી દીવડાઓ, રંગોળી, ફૂલો જેવી વસ્તુઓ બનાવી ચાઈનીઝ સામગ્રીને પછાડી છે.(Diwali home decoration)

કળાનો સુંદર શણગાર : ગોબરમાંથી બનાવેલી સુશોભિત વસ્તુઓએ જમાવ્યું આકર્ષણ

author img

By

Published : Oct 22, 2022, 4:49 PM IST

કચ્છ તહેવારોના રાજા એવા પ્રકાશ પર્વ દીપોત્સવનો માહોલ ચારે (Diwali in Kutch) તરફ જામ્યો છે. ધાર્મિક રીતે આ તહેવારનું મહત્વ ઘણું છે. ત્યારે દિવાળીના તહેવારમાં ઘરની સજાવટ માટે પગલાં, તોરણ, ફેન્સી દીવડાઓ, રંગોળી, ફૂલો, રોશની વગેરે વસ્તુઓ બજારમાં ધૂમ વેચાય છે. અનેક નવી વસ્તુના આગમનથી દિવાળીની રોનકમાં ચાર ચાંદ લાગી જાય છે. ત્યારે ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે આવેલા રામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાયના ગોબરમાંથી બનાવેલ સુશોભનની ચીજ વસ્તુઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. (Diwali home decoration)

ગોબરમાંથી બનાવેલી સુશોભિત વસ્તુઓએ જમાવ્યું આકર્ષણ

ગોબરમાંથી અવનવી વસ્તુઓ ભારતીય સંસ્કૃતિમાં ગાયનું અનેરું મહત્વ છે. ગાયને માતા ગણી, પૂજન કરવામાં આવે છે. તેમજ ગૌમૂત્ર, દૂધ, ગાયનું ગોબર વગેરેનું પણ આગવું મહત્વ રહેલું છે. ત્યારે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટના 10થી 12 કારીગરો દ્વારા ગાયના ગોબરમાંથી સુશોભનની ચીજ વસ્તુઓ જેવી કે તોરણીયા, લટકણિયાં, ઘડિયાળ, વોલપીસ, દીવડાઓ વગેરે બનાવવામાં આવ્યા છે. (Diwali 2022 in Kutch)

ગોબરમાંથી બનેલી વસ્તુઓ
ગોબરમાંથી બનેલી વસ્તુઓ

ચાઈનીઝ વસ્તુઓનું આકર્ષણ હવે ઓછું શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે, ગોબર ક્રાફ્ટ એટલે ગોબરમાંથી બનતી વસ્તુઓ સુશોભનની વસ્તુઓ છે .તેમજ ઘરેલું ઉપયોગની વસ્તુઓ અહીં કારીગરો બનાવે છે. તો જ્યારે દીપાવલી આવે છે ત્યારે લોકો છે એ પણ હવે ધીમે ધીમે નવું કંઈક વિચારતા હોય છે. જ્યારથી આ ચાઈનીઝ વસ્તુઓનું આકર્ષણ હવે ઓછું થયું છે ત્યારે બજારમાં ભારતીય પેદાશો પાસે વિશેષ અપેક્ષા હોય છે. તો તેને ધ્યાનમાં રાખીને અહીં ગોબરમાંથી દિવાળીના સમયે સુશોભન માટે કેટલીક વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે. જેનામાં વોલપીસ, દીવડા, તોરણ આવે છે.(Products made from dung in Kutch)

લોકો સુશોભનમાં હવે નવું નવું ઈચ્છી રહ્યા છે દિવાળી નિમિત્તે ખાસ કરીને દીવડાનો ઉપયોગ થાય છે, પછી તોરણ વપરાય છે, વોલપીસ આવે છે એવી ગોબરની ઘરની અંદર રાખી શકાય એવી વસ્તુઓની ડિમાન્ડ છે. તોરણની ડિમાન્ડ સદન વધતી હોય છે લોકો છે એ હવે કંઈક સુશોભનમાં જે નવું ઈચ્છી રહ્યા છે એમાં ગોબરની પ્રોડક્ટને સ્થાન મળ્યું છે. તોરણ તો એક પરંપરા છે, ત્યારે એવા સમયે અહીં સરસ મજાનું સુશોભન થાય એવું ગોબરમાંથી તોરણ બનાવવામાં આવ્યું છે. જેની ડિમાન્ડ સ્પેશિયલ વધી રહી છે. (dung Products made)

કચ્છી કળા
કચ્છી કળા

દેશના ખૂણે ખૂણેથી દિવાના આવી રહ્યા છે ઓર્ડર રામ કૃષ્ણ ટ્રસ્ટ સાથે સંકળાયેલા તેજસ પટ્ટણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 7વર્ષથી ગાયના ગોબરમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી રહ્યું છે. હસ્તકલા કારીગરો દ્વારા દિવાળી સમયે ગોબરમાંથી અવનવી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે જે ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. સાથે સાથે ગોબર ક્રાફટ કલાએ પણ પ્રવાસીઓ વચ્ચે આગવું આકર્ષણ બનાવ્યું છે. અહીં બનતા દિવાના મોટા મોટા ઓર્ડર લોકો ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરો તેમજ દેશના હૈદરાબાદ, મુંબઈ, બેંગલોર જેવા સ્થળોએથી કરી રહ્યા છે. આ સંસ્થાનો હેતુ છે કે ગાયને સમાજ સમક્ષ એની સાચી છબી બતાવવી, ગાય શા માટે લક્ષ્મી કહેવાય, ગાય શા માટે માટે કહેવાય તે હેતુથી આ પ્રયોગ કર્યો છે એને બહુ સફળ રહ્યો છે અને લોકો એને ધીમે ધીમે સ્વીકારી રહ્યા છે. (home decoration Diwali in Kutch)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.