કચ્છ: ભૂજ સ્થિત ડિઝાસ્ટર કચેરીના નાયબ મામલતદાર રમેશભાઈના જણાવ્યા પ્રમાણે આજે સોમવારે સાંજ 4 કલાક સુધીમાં કચ્છમાં 212. 11 ટકા વરસાદ નોંધાયો છે. 100 ટકા વરસાદ કચ્છમાં 16 ઈંચ વરસાદ થાય છે. તેની સામે 212 ટકા વરસાદ સાથે સર્વત્ર 24 ઈંચ વરાસદ નોંધાયો છે.
કચ્છમાં તાલુકા મુજબ વરસાદ
અબડાસા - 606 MM
લખપત - 516 MM
માંડવી - 1379 MM
રાપર - 677 MM
ભૂજ - 912 MM
ગાંધીધામ - 714 MM,
નખત્રાણા - 777 MM
ભચાઉ - 813 MM
અંજાર -1083 MM
મુન્દ્રા - 1070 MM
સૌથી રસપ્રદ આંકડઓ મુજબ ગત તા. 20 ઓગષ્ટની સવારે છ કલાક સુધીમાં કચ્છમાં 152.20 ટકા વરસાદ નોંધાયો હતો. જયારે ગઈકાલે રવિવાર 23 ઓગષ્ટ સુધીમાં વધુ 10 ટકા વરસેલા વરસાદના કારણે ટકાવારીનો આંકડાઓ 162 ટકાએ પહોંચ્યો હતો. જે બાદ રવિવાર સવારથી સોમવાર 24 ઓગ્ષ્ટના સાંજના ચાર કલાક સુધીમાં કચ્છમાં વધુ 50 ટકા વરસાદ ખાબકયો છે અને વરસાદની ટકાવારી 212. 11 ટકાએ પહોંચી છે.
કચ્છમાં તાલુકા મુજબ વરસાદની ટકાવારી
અબડાસા - 168.54 ટકા
લખપત -157.94 ટકા
માંડવી - 334.06 ટકા
રાપરા - 149.78 ટકા
ભુજ - 255.8 ટકા
ગાંધીધામ - 180.14 ટકા
નખત્રાણા - 198.01 ટકા
ભચાઉ - 189.85 ટકા
અંજાર - 254.23 ટકા
મુન્દ્રા - 232.90 ટકા