કચ્છઃ હવાના લો-પ્રેસરને કારણે બે દિવસથી વરસાદના ઝાપટાથી ચાર ઈંચ સુધીના વરસાદ નોંધાયો છે. રવિવારે સવારથી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં માંડવી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભૂજમાં વરસાદ નોંધાયો છે. હજુ પણ વાદળો ઘેરાયેલા છે અને લોકો સાવર્ત્રિક વરસાદની રાહ જોઈ રહ્યાં છે.
કચ્છ જિલ્લામાં કયાં કેટલો વરસાદ ?
અબડાસમાં-16 મીમી | ભચાઉમાં 39 મીમી | અંજારમાં 20 મીમી | ભૂજમાં 11 મીમી |
કચ્છમાં મેઘરાજાની પધરામણી સાથે અનેક ગામોમાં વરસાદના સમાચાર મળી રહ્યાં છે. ભૂજ સહિત અન્ય ગામોમાં ઝાપટાથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. શનિવારે મુંદરાના વિવિધ ગામોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સોમવારે સવારથી માંડવી, ભચાઉ, અંજાર, ગાંધીધામમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી પાંચ દિવસ સુધી કચ્છ પર લો-પ્રેસરને પગલે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સક્રિય ચોમાસા વચ્ચે હવામાન વિભાગની વિવિધ આગાહીઓને પગલે કચ્છનું તંત્ર પણ એલર્ટ મોડ પર કામ કરી રહ્યુ છે.