કચ્છ: આ વખતે ચોમાસુ બેસતાની સાથે જ કચ્છમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. પહેલા જ વરસાદમાં (heavy rain in kutch) મધ્યમ કક્ષાના કચ્છના 20 ડેમમાં 50 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થઈ ચૂક્યો છે. કચ્છની ખેતીવાડીને ઉનાળુ-શિયાળાના પાક માટે સિંચાઈ આપતા 20 મધ્યમ કક્ષાના જળાશયમાંથી 7 ડેમ છલકાઈ ગયા હતા. ખાસ કરીને જે વિસ્તારમાં હંમેશાં ઓછો વરસાદ પડે છે, એવા અબડાસા લખપતના 5 મોટા ડેમ પ્રથમ વરસાદે ઓવરફલો થઈ જતાં આવનારા આખા વર્ષ માટેના સારા સંકેત છે.
આ પણ વાંચો: Monsoon Gujarat 2022 : વરસાદના કારણે મૃત્યુની સંખ્યા સામે આવી, સર્વે બાદ કેશડોલ ચૂકવાશે
કચ્છના ડેમો થયા ઓવરફ્લો: સિંચાઈ વિભાગના કન્ટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ કચ્છના મોટા ડેમો એવા અબડાસાના કંકાવટી, લખપતનો ગોધાતડ,લખપતનો સાનનધ્રો, અબડાસાનો જંગડીયા, અબડાસાના બેરાચિયા, લખપતનો ગજણસર અને મુન્દ્રા તાલુકાનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો (Kutch rain update) થઈ ગયા છે. આ ડેમ અહીંની જન વસ્તીને આખું વર્ષ પીવાનું પાણી પુરું પાડે છે. વર્ષ દરમ્યાન સિંચાઈની સાથે પીવાના પાણીની સમસ્યા પણ એક જ દિવસમાં હલ થઈ ચૂકી છે.
ડેમોમાં 50 ટકા પાણી આવી ગયા: કનકાવતી, ગોધાતડ, મીઠી, જંગડીયા, બેરાચીયા, ડોણ, સાનધ્રો આ તમામ મધ્યમ સિંચાઈના ડેમ છે જેમાં 100 ટકા પાણીનો જથ્થો સંગ્રહીત થઈ ચૂક્યા છે. પીવાના પાણીની વાત કરીએ તો કનકાવતી, મીઠી, ગોધાતડ જેવા ડેમ અંદાજે દોઢસો ગામોને પીવાનું પાણી (monsoon rain update 2022) પુરું પાડે છે.આ ઉપરાંત મુન્દ્રા તાલુકાના કારાઘોઘા ડેમમાં પણ 100 ટકા પાણી ભરાઈ ચૂક્યું છે. મથલ પણ અડધો ભરાઈ ગયો છે. નિરોણામાં 50 ટકા નવા પાણી આવી ચૂક્યા છે. સરેરાશ કચ્છના 20 ડેમમાં 51.07 ટકા વરસાદી પાણી જમા થઈ ચૂકી છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે, ને 50 ટકા પાણી આવી ગયા છે તેમાં 7 ડેમ ઓવરફલો ચૂક્યા છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.
જળાશયોમાં નવા નીરની આવક થઇ શરુ: કચ્છમાં વરસી રહેલા અનરાધાર વરસાદે નાની સિંચાઇના 170 ડેમમાંથી ચાર તાલુકાના 47 ડેમને છલકાવી દીધા છે. જિલ્લાભરના 66 જળાશયોમાં નવા નીરની આવક થઇ છે આમ કચ્છના નાના ડેમોમાં પણ 50 ટકાથી પણ વધારે પાણી આવ્યું છે.ઓવરફ્લો ની ગયેલા 47 ડેમમાં સૌથી વધુ અબડાસાના 24 ડેમમાંથી 19 ડેમમાં ઉસ્તિયા, કૂવા પદ્ધર, બાલાચોડ, સરગુઆરા, બુરખાણ, ભારાપર, સુથરીનું બળવંત સાગર, વાઘા પદ્ધર, બુટા, કાલરવાંઢ, મંજલ રેલડિયા, ગોયલા, વમોટી, સણોસરા, કાપડીસર, વાયોર, ચકુડા બાંડિયા, નાની બેર અને પિયોણીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં તૂટી પડશે ચોમાસું, અંબાલાલની આગાહી
લખપતના ડેમ થયા ઓવરફ્લો: લખપતના 17માંથી 11 ડેમ ઓવરફ્લો થઈ ગયા. તેમાં બરંદા, ધારેશી, લખપત, મુરચબાણ, ડેડરાણી, ભેખડો, મણિયારા, ગુહર, ભાડરા, મુધાન અને મેઘપર-2નો સમાવેશ થાય છે.નખત્રાણા તાલુકાના 16માંથી 10 ડેમ જેમાં ગડાપુઠા, દેવસર, નાના અંગિયા, જાડાય, ઉલટ, થરાવડા, ખારડિયા, ઝાલુ, ઉમરાપર અને ધાવડા ઓગની ગયા છે. માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ છતા 21માંથી સાત છલકાયા જેમાં વણોઠી, વેંગડી, દેઢિયા, ગોદડિયા, માપરવાંઢ તથા ધોડકાનો સમાવેશ થાય છે.
નાની સિંચાઇની 66 યોજનામાં આવ્યા નવા નીર: જિલ્લા પંચાયતની નાની સિંચાઇ કચેરીથી મળતી વિગતો મુજબ ગાંધીધામ સિવાયના તમામ તાલુકાના નાની સિંચાઇની 66 યોજનામાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌથી વધુ ભુજ-17, માંડવી-14, મુંદરા-7, નખત્રાણા અને લખપતમાં-છ-છ, અબડાસા તથા ભચાઉના પાંચ-પાંચ, અંજારના-4 તો સૌથી ઓછા રાપરના બે ડેમમાં નવા નીર આવ્યા છે.
વર્તમાનમાં 51.07 ટકા જેટલું પાણી છે ઉપલબ્ધ: કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ આવેલા છે.હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 1022.51 મીટર છે. જેમાંથી આલેખન કરેલ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે એટલે કે 11724 કયુબિક ફૂટ અને વર્તમાનમાં કુલ 169.70 મિલિયન ક્યુબિક મીટરનો સંગ્રહ છે.