ETV Bharat / state

ભુજના સૌદર્ય સમાન હમીરસર તળાવ એક જ મહિનામાં 4 વાર છલકાયું, વિધાનસભા અધ્યક્ષે નવા નીરનાં કર્યા વધામણાં - kutch royal family

કચ્છમાં ભુજનું હમીરસર તળાવ (hamirsar lake bhuj) શહેરનું સૌદર્ય અને કચ્છીઓની લાગણીનું પ્રતિક છે. અહીં 2 વર્ષ પછી જોરદાર વરસાદને પગલે છલકાઈ ગયું છે. આ પહેલા અહીં શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી. સાથે જ અહીં વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યે (Gujarat Assembly Speaker Dr Nimaben Acharya) શાસાત્રોક્ત વિધીથી તળાવના નવા નીરના વધામણા કર્યા હતા.

ભુજના સૌદર્ય સમાન હમીરસર તળાવ એક જ મહિનામાં 4 વાર છલકાયું, વિધાનસભા અધ્યક્ષે નવા નીરનાં કર્યા વધામણાં

author img

By

Published : Sep 22, 2022, 4:02 PM IST

કચ્છ ભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં (hamirsar lake bhuj) નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્ય (Gujarat Assembly Speaker Dr Nimaben Acharya) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે નગરપાલિકા (bhuj nagarpalika) દ્વારા શહેરમાં શોભાયાત્રા યોજવામાં આવી (shobhayatra at bhuj) હતી. ત્યારબાદ પાવડી પર ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તળાવને શાસ્ત્રોક્ત વિધી સાથે વધાવવામાં આવ્યું હતું.

હર્ષની લાગણી છેલ્લાં અઠવાડિયાથી ગઈકાલ સવાર સુધીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય તળાવના પાણીની આવકના મોટા બંધમાં જોશભેર પાણી શરૂ થયા હતા. તેના કારણે સમગ્ર શહેરમાં હર્ષની લાગણી ફરી વળી હતી. તેમ જ લોકો તળાવ કિનારે પહોંચ્યા હતા. આજે સવારે 11:30 વાગ્યાથી ભુજ નગરપાલિકાથી (bhuj nagarpalika) પાળેશ્વર ચોકથી પાવડી સુધી વાજતે ગાજતે હમીરસરના (hamirsar lake bhuj) નીર વધારવા માટે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.

ભૂજવાસીઓ ઉમટ્યા

શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણા કરાયા છેલ્લા 2 દિવસથી હમીસર તળાવ (hamirsar lake bhuj) ક્યારે છલકાય તેની રાહ જોવાતી હતી. ત્યારે ગઈકાલે બપોરે 3:33 કલાકે તળાવ છલકાવા લાગ્યું હતું અને લોકો તળાવ જોવા મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તો સવારે કચ્છ રાજવી પરિવારના (kutch royal family) કુંવર ઈન્દ્રવિજયસિંહ જાડેજા નગરપાલિકાના (bhuj nagarpalika) પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્ય (Gujarat Assembly Speaker Dr Nimaben Acharya)સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવના નવા નીરને વિધી સાથે વધાવી લીધું હતું.

કચ્છના તમામ પરિવારમાં આનંદની લાગણી
કચ્છના તમામ પરિવારમાં આનંદની લાગણી

ભૂજવાસીઓ ઉમટ્યા ભુજ નગરપાલિકાના (bhuj nagarpalika) પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા શ્રીફળ સહિતની સામગ્રી તળાવમાં પધરાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ સમયે ભુજવાસીઓ ઉમટી પડ્યા હતા અને વધામણાં સમયની ક્ષણનો આનંદ લીધો હતો.

કચ્છના તમામ પરિવારમાં આનંદની લાગણી ભુજનું અને ભુજના લોકોનું હૃદય સમાન હમીસર તળાવ છલકાય તે માટેની લાગણીઓ લોકોને ખૂબ જ હોય છે. પવિત્ર તળાવ છલકાય તે સાથે કચ્છના તમામ પરિવારમાં આનંદની લાગણી જોવા મળે છે. નવા નીરને વધાવામાં આવે છે. નવા નીર સમગ્ર ભુજને વધાવી લે છે. આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. હમીસર તળાવ સહિત સમગ્ર કચ્છમાં મેઘરાજાની મહેર છે.

26મી વખત છલ્લોછલ ભરાયું હમીરસર તળાવ ઉલ્લેખનીય છે કે, સંભવિત્ રાજ્યમાં એક માત્ર શહેર ભુજમાં જ કોઈ તળાવ છલકાઈ જાય તો તેની મરજિયાત રજા છે. આજે કચ્છ કલેકટરે આ પરંપરાને જાળવી રાખી તળાવ છલકાઈ જતાં ભુજમાં આવેલી રાજ્ય સરકારની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓમાં, શાળા કોલેજોમાં મરજિયાત રજા જાહેર કરી હતી. આજે સમગ્ર ભુજ શહેરમાં ખુશીનો માહોલ છે. અત્યાર સુધીમાં 26 વખત હમીરસર છલ્લોછલ (hamirsar lake bhuj) ભરાયું છે અને સપ્ટેમ્બર માસમાં ચોથી વાર છલકાયું છે. હમીસર ઓગને એટલે દેશ વિદેશમાં રહેતા ભુજવાસીઓના હૈયા પુલકિત થઈ ઉઠે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.