ETV Bharat / state

Gurpurab Celebration At Lakhpat Gurudwara: જાણો લખપત ગુરુદ્વારા સાહિબની ઐતિહાસિક વાતો - કચ્છમાં સિંધુ નદી

કચ્છના લખપતમાં ગુરુદ્વારા (lakhpat gurudwara sahib) જોવાલાયક સ્થળોની યાદીમાં શામેલ છે. 25 ડિસેમ્બર, 2021ના રોજ લખપત ગુરુદ્વારામાં પ્રકાશપર્વ (Gurpurab Celebration At Lakhpat Gurudwara)ની ઉજવણી ચાલી રહી છે તેનો સમાપન સમારોહ છે. PM મોદી વર્ચ્યુલી જોડાવાના છે અને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

Gurpurab Celebration At Lakhpat Gurudwara: જાણો લખપત ગુરુદ્વારા સાહિબની ઐતિહાસિક વાતો

author img

By

Published : Dec 24, 2021, 11:04 PM IST

ભૂજ: ગુજરાતના કચ્છમાં લખપત ગામ (lakhpat village in kutch) આવેલું છે. લોકવાયકા પ્રમાણે લખપતમાં લાખોનો વેપાર થતો હતો, જેથી તેનું નામ લખપત પડ્યું હતું. ગામ પરથી તેના તાલુકાનું નામ લખપત (history of lakhpat) પડ્યું છે. લખપત ભૂતકાળમાં ધમધમતુ અને જાહોજલાલી ધરાવતું વિકસીત બંદર હતું. સદી પૂર્વે આ બંદરેથી લાખો કારીની પત(આવક) થતી હતી, જેથી તેનું નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે. લખપતમાં આજેય જૂની કસ્ટમ કચેરી (Old custom office in lakhpat) અને ભવ્ય ભૂતકાળ ધરાવતી ઈમારતો ઊભી છે.

પુરાતાત્વિક વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર

લખપતમાં જોવા લાયક સ્થળોની યાદીમાં નાનું ઐતિહાસિક ગુરુદ્વારા છે. લખપત ગુરુદ્વારા સાહિબ (lakhpat gurudwara sahib) જે શીખો માટે પૂજાની પવિત્ર જગ્યા છે. એવું મનાય છે કે, હજ માટે મક્કાના રસ્તે ગુરુ નાનક (guru nanak mecca visit) અહીંયા આવ્યા હતા. આ ગુરુદ્વારામાં તેમના અવશેષ ખડાઉ(પગરખા) અને પાલખી છે. ઉદાસી સંપ્રદાયના લોકો (udasi community in lakhpat kutch) અહીંયા પૂજા કરે છે. ગુરુદ્વારાને રાજ્ય પુરાતાત્વિક વિભાગ (state archaeology department gujarat) દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર કરાયેલું છે અને ભૂકંપ પછી તેના સ્મારકને જાળવીને ઊભુ કરવા માટે યૂનેસ્કોએ ઈનામ જીત્યુ હતું.

હજ માટે મક્કાના રસ્તે ગુરુ નાનક અહીંયા આવ્યા હતા.

લખપત સિંધ સાથે જોડાયેલા વેપારનું સ્થાન

ઈતિહાસમાં લખપત એ ગુજરાતને સિંધ સાથે જોડવા માટે બહુ જ મહત્વનું વેપારી સ્થાન (lakhpat commercial location) રહ્યું છે. સિંધુ નદીના પાણીનો પ્રવાહ (sindhu river in kutch) લખપત થઈને પછી દેસાલપર ગુન્થલીમાં જતો હતો. લખપતની ફરતે શાનદાર કિલ્લો (lakhpat fort kutch) છે. આ કિલ્લાનું પુનઃનિર્માણ મુહમ્મદ દ્વારા 1801માં કરાયું હતું. આ કિલ્લો પાકિસ્તાનની સરહદ પાસે આવેલો છે. હાલ ત્યાં BSF ગાર્ડ તહેનાત હોય છે.

શીખ ધર્મના ગુરુનાનક સાહિબના સ્મૃતિરૂપે પગરખા અને પાલખીની ભાવથી પૂજા થાય છે.

વડાપ્રધાન મોદીની મન કી બાતમાં ગુરુદ્વારાનો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર, 2020ના રોજ કરેલી ‘મન કી બાત’માં કચ્છના ઐતિહાસિક ગુરુદ્વારાનો ઉલ્લેખ કર્યો હતો. આ ગુરુદ્વારા સાથે ગુરુનાનક સાહિબની યાદો જોડાયેલી છે. ભારતમાં ખૂબ ઓછી જગ્યા છે, જ્યાં ગુરુનાનક સાહિબ રોકાયા હોય. શીખ ધર્મના ગુરુનાનક સાહિબના સ્મૃતિરૂપે પગરખા અને પાલખીની ભાવથી પૂજા થાય છે.

આ ગુરુદ્વારા શીખો માટે અને ભારત તેમજ વિદેશના સહેલાણીઓ માટે પર્યટક સ્થળ તરીકે વિકસિત થયું છે.

ગુરુનાનક દેવની ચરણપાદુકા અને જૂના હસ્તલિખિત ગ્રંથ

PM મોદીએ 'મન કી બાત'માં કહ્યું હતું કે, 2001ના ભૂકંપમાં લખપત ગુરુદ્વારાને નુકસાન થયું હતું. ગુરુનાનક સાહિબની કૃપાથી ગુરુદ્વારાનો જીણોદ્ધાર કરી શક્યા છીએ. આ ગુરુદ્વારા શીખો માટે અને ભારત તેમજ વિદેશના સહેલાણીઓ માટે પર્યટક સ્થળ તરીકે વિકસિત થયું છે. અહીંયા ગુરુનાનક દેવની ચરણપાદુકા અને જૂના હસ્તલિખિત ગ્રંથ પણ છે. શણગારેલો હિંચકો પણ દર્શનાર્થે રખાયો છે. આવા ઐતિહાસિક ગુરુદ્વારામાં પ્રકાશપર્વ (Gurpurab Celebration At Lakhpat Gurudwara) ઉજવાઈ રહ્યું છે. પ્રકાશપર્વનો સમાપન સમારોહ 25 ડિસેમ્બર, 2021ના રોજ છે અને PM મોદી તેમાં વર્ચ્યુલી ભાગ લેવાના છે.

આ પણ વાંચો: Tree Sparrow in Bhuj : ભુજના એક ઝાડમાં 20,000 જેટલી ચકલીઓનો કલબલાટભર્યો વસવાટ

આ પણ વાંચો: કચ્છના માતાના મઢ ખાતેથી મળ્યું જેરોસાઇડ, NASAના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.