કચ્છ: ઇનકારનેશન સંસ્થા (event by Incarnation Institute) કે, જે કાર રેલી, સાહસિકોને તક તેમજ driveથી લઈને સ્ટંટ સુધીના ક્ષેત્રે યુવા સાહસિકોને પ્રોત્સાહન આપે છે, તેના દ્વારા ગમબોલ ઇન્ડિયા 2021નું (Gumball India 2021) આયોજન કરાયું છે. વાર્ષિક ગમબોલ કાર્યક્રમમાં આ વર્ષે કચ્છથી અરુણાચલ પ્રદેશના (Tourism Department Arunachal Pradesh) કાહો સુધી 4000 કિલોમીટરની કાર ડ્રાઇવ (4000 kilometers car drive) યોજવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા પ્રસ્તુત કરાયેલ આ રેલીમાં સમગ્ર દેશમાંથી લોકોએ ભાગ લીધો છે. શુક્રવારે શરૂ થનારી કાર ડ્રાઈવમાં કચ્છના લખપતથી ગુવાહાટી, કોલકતા, દિલ્હી, જમ્મુ, જમશેદપુર, રાંચી, હૈદરાબાદ, બેંગલોર અને કોચિમાંથી લોકોએ આ કાર ડ્રાઈવમાં ભાગ લીધો છે.
કચ્છ કોટેશ્વરથી આરંભ થશે અને અરૂણાચલ પ્રદેશના કાહો સુધી યોજાશે કાર ડ્રાઇવ
ઇનકારનેશન સંસ્થાના મુખ્ય સંયોજક સુદેવ બ્રારે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત આ ડ્રાઇવનું આયોજન કરાયું છે આ વખતે ભારતના પૂર્વ અને પશ્ચિમ એમ 2 છેડાઓને જોડતી યોજનારી ડ્રાઇવનો પશ્ચિમ છેડા કચ્છ કોટેશ્વરથી આરંભ થશે અને પૂર્વમાં અરૂણાચલ પ્રદેશના કાહો સુધીમાં સમાપન થશે, જેમાં ભાગ લેનાર લોકોને 4 દિવસમાં 15 સિક્રેટ ચેકપોઇન્ટ પરથી પસાર થઈ અરુણાચલ પ્રદેશના ગુવાહાટી સુધી પહોંચશે, અને ત્યાર બાદ ત્યાંથી સૌ સાથે મળીને કાહો સુધી જશે, જ્યાં ભારતનો ઝંડો લહેરાવવામાં આવશે.
ડ્રાઈવ દરમિયાન ઐતિહાસિક સ્થળો પણ આવરી લેવાશે
આ ડ્રાઈવમાં 16 ટીમ ભાગ લેશે જેમાં 2 વ્યક્તિ એક કાર સાથે 4000 કિલોમીટરની નોનસ્ટોપ ડ્રાઇવિંગ કરશે. આ 16 ટીમ પૈકી 2 ટીમ દિવ્યાંગોની રહેશે. આ ડ્રાઈવ દરમિયાન ઐતિહાસિક સ્થળો પણ આવરી લેવામાં આવશે જેમાં લખપત, ધોળાવીરા, ચિત્તોડગઢ, ઉદયપુર, ઝાંસી, ચુનારા, વારાણસી, છપરા, ગુવાહાટી, તેજુ વગેરેનો પણ સમાવેશ થાય છે.
વ્હિલિંગ હેપીનેસ સંસ્થા પણ આ કાર્યક્રમમાં સહભાગી બની
કાર ડ્રાઇવનું આયોજન એક ખેલ ભાવના તેમજ one nation one peopleના સૂત્ર સાથે દેશવાસીઓને જોડવા માટેનો હેતુ ધરાવે છે, વધુને વધુ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આયોજક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ દ્વારા પદ્મશ્રી દીપા મલિકનો પણ સહયોગ સાધવામાં આવ્યો છે. પદ્મશ્રી દીપા મલિકના વ્હિલિંગ હેપીનેસ સંસ્થા પણ આ કાર્યક્રમમાં સહભાગી બની છે. દીપા મલિકની સંસ્થાના સહકારથી દિવ્યાંગ ડ્રાઇવરોની 2 ટીમને વિનામૂલ્યે પ્રવેશ અપાયો છે, જે સંસ્થા દર વર્ષે 2 દિવ્યાંગ લોકોના ઉત્સાહ આપે છે, જે અંતર્ગત આ ડ્રાઇવમાં સૌમ્યા દાવર અને દિગ્વિજયસિંઘને પ્રાયોજિત કરાયા છે.
બધી જ કારનું સેન્ટ્રલ પદ્ધતિ દ્વારા મોનિટરિંગ કરાશે
ગમબોલ ઇન્ડિયાનું ગત વર્ષે કન્યાકુમારી પછી સતત બીજુ વર્ષ છે. આ ડ્રાઇવિંગ સ્પર્ધા દેશની સૌથી અઘરી અને સૌથી પડકારજનક ઘટના છે, જેમાં માત્ર ઝડપ નહીં પરંતુ ધીરજ ,સુરક્ષા, ડ્રાઇવિંગની કલા અને મનોબળની કસોટી છે, આ સ્પર્ધા જે ટુંકા ટુંકા માર્ગે, શ્રેષ્ઠ નેવિગેશન પદ્ધતિનું અનુસરણ કરશે અને ધૈર્યથી લક્ષ્ય સુધી પહોંચશે તે જીતી જશે, બધી ટીમોએ 4000થી વધુ કિલોમીટરનો ડ્રાઇવિંગ કરવું પડશે, દરેક સ્પર્ધકે 15 ખાનગી ચેક પોઇન્ટમાંથી પસાર થવું પડશે, જે તેમણે છેલ્લી ઘડીએ ડ્રાઇવના આરંભમાં અપાશે. તેઓ કોઈપણ માર્ગ પર જવા માટે મુક્ત છે, પરંતુ બધી જ કારનું સેન્ટ્રલ પદ્ધતિ દ્વારા મોનિટરિંગ કરાશે જે કારનું અંતર, ઝડપ, ડ્રાઈવ, સમય અને રોકાણના સમયને ટ્રેક કરશે. કાહો ગામમાં 28મી ડિસેમ્બરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને આ કાર્યક્રમનું સમાપન થશે, અને એ દિવસે સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે, તેવું મુખ્ય સંયોજકે જણાવ્યું હતું.
એવું કોઈ કાર્ય નથી જે દિવ્યાંગ લોકો નથી કરી શકતા: દિવ્યાંગ સ્પર્ધક
આ કાર રેલીના સ્પર્ધક સૌમ્યા દાવરે etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેઓ દુનિયાને દેખાડવા માંગે છે કે, એવું કોઈ કાર્ય નથી જે દિવ્યાંગ લોકો નથી કરી શકતા. તેમને છ વર્ષ પહેલાં સોલો ટ્રાવેલિંગ કરી અનેક દેશો ફરવાનું શરૂ કર્યું હતું, ત્યારે પણ લોકો તેમને કહેતા હતા કે આ રસ્તો ખૂબ કઠિન છે અને તે આ નહીં કરી શકે પણ તેમને દુનિયાને તે કરી દેખાડ્યું, આ કાર રેલી જ્યારે તેમના ધ્યનમાં આવી ત્યારે તેમને લાગ્યું કે, લોકો તેમને કહેશે કે, તે આ કરવા સક્ષમ નથી, પણ તે આમાં ભાગ લઈ સૌને દેખાડીશે કે દિવ્યાંગ લોકો પણ સામાન્ય લોકોની જેમ દરેક વસ્તુ કરવામાં સક્ષમ હોય છે. જરૂર થોડું કઠિન બને છે પણ કંઈ જ અસંભવ નથી અને આ 4000 કિલોમીટરનું અંતર કાપવા માટે તે ઉત્સાહિત છે.
આ પણ વાંચો:
ડાંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રી ખરીફ વર્કશોપનું આયોજન કરાયું