કચ્છ : રાજ્યના હવામાનમાં ગઈકાલે જે તાપમાન (Gujarat Weather Report) નોંધાયું હતું. તેના પ્રમાણમાં આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો અમુક જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં ખુલ્લું આકાશ જોવા મળશે. અગાઉના પ્રમાણ કરતાં ઓછા ગરમ પવનો ફૂંકાશે.આ ઉપરાંત આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટવેવની અસર (Impact of Hitwave in Gujarat) પણ જોવા મળશે. તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : Love Horoscope: પ્રેમની બાબતમાં આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, ચોક્કસ મળશે સાચો પ્રેમ
મહતમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા (Heat Temperature in Gujarat) મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ ખાતે 39 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર, બરોડા અને કંડલા ખાતે 38 ડિગ્રી, કચ્છના ભુજ ખાતે 37 ડિગ્રી, સુરત ખાતે 36 ડિગ્રી તો નલિયા ખાતે 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો : આજની પ્રેરણા: આત્મ-સાક્ષાત્કારનો પ્રયાસ કરનારા બે પ્રકારના મનુષ્યો
ગુજરાતના શહેરોમાં મહતમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | મહત્તમ તાપમાન |
અમદાવાદ | 39.0 |
ગાંધીનગર | 38.0 |
રાજકોટ | 39.0 |
સુરત | 36.0 |
ભાવનગર | 39.0 |
જૂનાગઢ | 39.0 |
બરોડા | 38.0 |
નલિયા | 35.0 |
ભુજ | 37.0 |
કંડલા | 38.0 |