કચ્છ : ઉનાળુ શરૂ થઈ ચૂક્યું છે અને રાજ્યના હવામાનમાં હવે ઠંડીનું પ્રમાણ નહિવત છે અને ગરમીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો (Gujarat Weather Report) પારો સતત ઉપર ચડી રહ્યો છે.તો કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગાહી વચ્ચે ધોમ ધખતા તાપમાં લોકો પરેશાન થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Horoscope for the Day 14 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે - રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી તાપમાનનો (Maximum Temperature Today) પારો 37 ડિગ્રી થી 40 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘર માંથી બહાર (Today Heat Temperature) નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તેમજ લીંબુનો જ્યુસ પીતા હોવા મળી રહ્યા છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત વધારા વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી કચ્છ જિલ્લામાં હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી હતી. તો આ હીટ વેવ મુજબ કચ્છ જિલ્લાના ભુજ, કંડલા અને નલિયા ખાતે 39 તથા 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યના મહાનગરોમાં મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રી નોંધાયું - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન ભુજ, અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ ખાતે 40.0 ડિગ્રી નોંધાયું છે, તો ગાંધીનગર, સુરત, નલિયા, કંડલા ખાતે 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે બરોડામાં 38, ભાવનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો : આજની પ્રેરણા
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | મહતમ |
અમદાવાદ | 40.0 |
ગાંધીનગર | 39.0 |
રાજકોટ | 40.0 |
સુરત | 39.0 |
ભાવનગર | 37.0 |
જૂનાગઢ | 40.0 |
બરોડા | 38.0 |
નલિયા | 39.0 |
ભુજ | 40.0 |
કંડલા | 39.0 |