કચ્છ : સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી હવામાનમાં (Gujarat Weather Report) પલટો આવ્યો છે. આ ઉપરાંત આજે તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો ઉપર ચડ્યો છે. અને સાથે ઠંડીનો ચમકારો પણ ઘટ્યો છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો રાજ્યમાં આજે તાપમાન 10 ડિગ્રી થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે (Cold Temperature in Gujarat) તો 30 થી 32 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
સૌથી ઓછું તાપમાન નલિયા નોંધાયું
આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા (Meteorological Department Forecast) લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે સિંગલ ડિજિટમાં 10 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 17.2 |
ગાંધીનગર | 15.8 |
રાજકોટ | 16.3 |
સુરત | 18.0 |
ભાવનગર | 18.3 |
જૂનાગઢ | 15.0 |
બરોડા | 14.2 |
નલિયા | 10.5 |
ભુજ | 17.0 |
કંડલા | 15.0 |