કચ્છ : રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઠંડીના ચમકારામાં (Cold Temperature in Gujarat) વધારો નોંધાયો છે. અમરેલી, મોડાસા, છોટા ઉદેપૂર, જૂનાગઢ, કચ્છ, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ઠંડીમાં વધારો નોંધાયો છે. આ જિલ્લાઓમાં લધુતમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તો ફરી ભારે પવન ફુંકાવાની પણ સંભાવનાઓ છે.
ઠંડીનો ચમકારો અનુભવાયો
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી નીચે ઊતર્યો છે. આજે રાજ્યભરમાં ફરી હવામાનમાં પલટો(Gujarat Weather Report) આવતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આ ઉપરાંત આવતીકાલથી લઘુત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો નીચો સરકવાની સાથે ઠંડીનો ચમકારો જારી રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સૌથી ઓછું તાપમાન નલિયા નોંધાયું
આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા (Meteorological Department Forecast) લઘુત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે સિંગલ ડિજિટમાં 8.0 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર ખાતે કચ્છના નલિયા ખાતે પારો સિંગલ ડિજિટમાં નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 11.9 |
ગાંધીનગર | 9.4 |
રાજકોટ | 12.7 |
સુરત | 16.1 |
ભાવનગર | 14.2 |
જૂનાગઢ | 15.0 |
બરોડા | 11.0 |
નલિયા | 8.0 |
ભુજ | 13.6 |
કંડલા | 14.0 |