કચ્છ : સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર લઘુતમ (Gujarat Weather Report)પારો બેથી ત્રણ ડિગ્રી નીચે ઊતર્યો છે. તો અમુક જિલ્લાઓમાં ઉપર ચડ્યો છે. આજે રાજ્યભરમાં ફરી હવામાનમાં પલટો આવતા (Cold Temperature in Gujarat) ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આ ઉપરાંત આજથી રવિવાર સુધી લઘુત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો નીચે સરકવાની સાથે ઠંડીનો ચમકારો જારી રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સૌથી ઓછું તાપમાન નલિયા નોંધાયું
આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા (Meteorological Department Forecast) લઘુત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે સિંગલ ડિજિટમાં 8.4 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 14.7 |
ગાંધીનગર | 12.8 |
રાજકોટ | 14.2 |
સુરત | 17.2 |
ભાવનગર | 17.1 |
જૂનાગઢ | 14.0 |
બરોડા | 13.6 |
નલિયા | 8.4 |
ભુજ | 13.2 |
કંડલા | 15.6 |