કચ્છ ::રાજ્યના હવામાનમાં ગઈ કાલથી (Gujarat Weather Report) ફરી નોંધપાત્ર ફેરફાર થયો છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીનો પારો 4 થી 5 ડિગ્રી સુધી એટલે કે 3 ફેબ્રુઆરી સુધી ઠંડી (Cold Temperature in Gujarat) ઓછી પડશે જે બાદ વધશે. ઉપરાંત આજના દિવસે દરિયા કાંઠાના વિસ્તારમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો 11 ડિગ્રીથી ઉપર
રાજ્યના જિલ્લાઓમાં તાપમાનના પારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો 11 ડિગ્રીથી ઉપર નોંધાયો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે 11.6 નોંધાયું છે.તો આજે સમગ્ર રાજ્યમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે.
આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !
ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 13.5 |
ગાંધીનગર | 11.6 |
રાજકોટ | 16.3 |
સુરત | 15.2 |
ભાવનગર | 17.2 |
જૂનાગઢ | 14.0 |
બરોડા | 14.6 |
નલિયા | 15.2 |
ભુજ | 16.8 |
કંડલા | 16.0 |