કચ્છઃ છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો (Weather of Gujarat Today) પારો નીચે સરકી રહ્યો છે. છેલ્લાં થોડાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા (Cold Temperature in Gujarat) હતા. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 10 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.
વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો (Unseasonal Rain in Gujarat) આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે. આગામી 20થી 22 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. આ દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ (Rainfall Forecast in Gujarat)થવાની સંભાવના પણ રહેલી છે. તો આગામી 5 દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !
રાજ્યના શિતમથક નલિયામાં 10.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
હવામાન વિભાગે જણાવ્યું કે (Meteorological Department in Gujarat) આજે રાજ્યના જિલ્લાઓમાં 10 ડિગ્રીથી 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં (Temperature Single Digit in Gujarat) પહોંચ્યું હતું અને આજનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
ક્રમ | મહાનગરો | તાપમાન |
1 | અમદાવાદ | 12.8 |
2 | ગાંધીનગર | 10.8 |
3 | રાજકોટ | 13.5 |
4 | સુરત | 16.4 |
5 | ભાવનગર | 15.0 |
6 | જૂનાગઢ | 14.0 |
7 | બરોડા | 13.8 |
8 | નલિયા | 10.0 |
9 | ભુજ | 13.4 |
10 | કંડલા | 13.6 |
આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી